Atmadharma magazine - Ank 362
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 45

background image
: ૪ : આત્મધર્મ : માગશર : રપ૦૦
* મહાવીરપ્રભુની મુક્તિનું અઢીહજારમું મંગલવર્ષ *
ચૈતન્યના અનંત ગંભીર ભાવોથી ભરેલું
વીરનાથનું અનેકાન્ત–શાસન
અહો, આત્માનું અલૌકિક સ્વરૂપ અનેકાંત–જ્ઞાનવડે જ
પ્રસિદ્ધ થાય છે. અનુભવમાં આવે છે. સર્વજ્ઞ ભગવાનના
જિનશાસનને એટલે કે અનેકાન્તમય વસ્તુસ્વરૂપને સમ્યગ્જ્ઞાની
જ જાણે છે, અહો, વીરનાથનું અનેકાન્ત–શાસન કોઈ અદ્ભુત
પરમ ગંભીરતાથી ભરેલું છે. કોઈ પણ પડખેથી તેને નક્કી કરવા
જતાં જ્ઞાન પરથી નાસ્તિપણું કરીને, અંતરમાં અનંત–
ગુણથી ભરપૂર સ્વભાવની અસ્તિમાં પ્રવેશી જાય છે,
એટલે શુદ્ધતારૂપે તેનું પરિણમન થાય છે.–આ જ આત્માને
સાધવાની રીત છે, આ જ મોક્ષમાર્ગ છે, ને આ જ અરિહંતમાર્ગની
ઉપાસના છે.
વળી એકસાથે વર્તતા પુરુષાર્થ–નિયતિ વગેરે પાંચે
સમવાયનો સાચો નિર્ણય તેને જ થાય છે કે જે અનેકાન્તમય
જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તે–રૂપે પોતાને અનુભવે છે.
જ્ઞાનમય અનેકાન્તની કોઈ અજબ તાકાત છે. ભાઈ! એકવાર તું
જ્ઞાનસ્વભાવી આત્માને નક્કી કર તો તેમાં બધું આવી જશે.
અનેકાંતમય જ્ઞાનનો અનુભવ તે ‘અમૃત’ છે; અમૃત એવી
મોક્ષદશાનું તે કારણ છે.
(સમયસારના પરિશિષ્ટમાં અનેકાન્તમય જ્ઞાનનું વર્ણન ચાલે છે.)
‘જ્ઞાનમાત્ર આત્મા છે’ તેના અનુભવમાં અનંતગુણોના નિર્મળ પરિણમનનો
સ્વાદ ભેગો જ છે. જ્ઞાનમાત્ર વસ્તુને અનેકાંતવડે ઓળખનાર જીવ તે જ્ઞાનમાત્રભાવને
રાગાદિથી ભિન્ન દેખે છે, ને પોતાના અનંતગુણના નિર્મળપરિણમનથી અભેદ દેખે છે.
–આ રીતે ધર્મીના અનુભવમાં આત્મવસ્તુ સ્વયમેવ અનેકાન્તપણે પ્રકાશે છે. અને