Atmadharma magazine - Ank 363
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 41

background image
: ૧૮ : આત્મધર્મ : પોષ : રપ૦૦
આંધળો નથી કે પોતે પોતાને ન દેખે. સ્વયં પોતે પોતાને (બીજા કોઈની સહાય
વગર) દેખે–સાક્ષાત્ દેખે–અનુભવે એવી પ્રકાશશક્તિવાળો આત્મા છે. આત્મામાં
આવો પ્રકાશસ્વભાવ હોવાથી તેના બધા ગુણોમાં પણ પ્રકાશસ્વભાવપણું છે, એટલે
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય બધું સ્વરૂપ સ્વસંવેદનપ્રત્યક્ષ થાય એવો પ્રકાશસ્વભાવી
આત્મા છે.
અહો, વીતરાગસંતોની વાણી!–જેણે જાણી તે ન્યાલ થઈ જાય છે. ગુરુદેવ
કહે છે–અહો! આ સમયસાર તો આત્માને જોવાનું અજોડ નેત્ર છે, તે આત્માનો
સાક્ષાત્કાર કરાવે છે. અહો! આ પંચમકાળમાં પણ આત્માને સાધીને એકાવતારી
થઈ શકાય–એવી સામગ્રી આ સમયસારમાં રહી ગઈ છે. એ તો જે અનુભવ કરે
એને એની ગંભીરતાની ખબર પડે. માટે આચાર્યદેવે કહ્યું છે કે આ સમયસારમાં
નિજવૈભવથી અમે જે આત્મસ્વભાવ બતાવીએ છીએ–તે સ્વાનુભવ–પ્રત્યક્ષ વડે તમે
પ્રમાણ કરજો.
બાપુ! આ તારા આત્માની પ્રાપ્તિના અલૌકિક મારગડા કહેવાય છે.
ભગવાન આત્મા સ્વયં–પ્રકાશમાન એવા સ્પષ્ટ સ્વસંવેદનની શક્તિવાળો છે.
મતિશ્રુતજ્ઞાનને સામાન્યપણે પરોક્ષ કહ્યા હોવા છતાં, સ્વસંવેદન બળે મિથ્યાત્વનો
નાશ કરતાં તેનામાં કોઈ એવી અચિંત્ય સાતિશય અદ્ભુત શક્તિ પ્રગટે છે કે તે
આત્માને પ્રત્યક્ષ કરે છે.
શું મતિશ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થાય?
હા, સ્વસંવેદન વખતે તે જ્ઞાનમાંય એવી અદ્ભુતશક્તિ ખીલી જાય છે.
પંચાધ્યાયી (ગાથા ૭૦૬ થી ૭૧૦)માં કહે છે કે–મતિ–શ્રુતજ્ઞાન સામાન્યપણે પરોક્ષ
હોવા છતાં તેમાં એટલી વિશેષતા છે કે સ્વાનુભૂતિના સમયમાં તે પણ પ્રત્યક્ષ થઈ
જાય છે. મિથ્યાત્વના નાશથી સમ્યગ્દ્રષ્ટિજીવને ખરેખર કોઈ એવી અનિર્વચનીય
શક્તિ હોય છે કે જે શક્તિદ્વારા આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે. અહીં
આચાર્યદેવે પ્રકાશશક્તિમાં એ વાત સ્પષ્ટ કરી છે.
અહો, જ્ઞાનશક્તિવડે પોતેપોતાના આત્માનું આવું સ્પષ્ટ–પ્રત્યક્ષ
સ્વસંવેદન કરવું તે જ વીરનાથપ્રભુની પરમ પ્રસાદી છે;
ને તે જ વીરપ્રભુના મોક્ષનો સાચો મહોત્સવ છે.