(૧૦) અયોગીપણું હોય ત્યાં કેવળજ્ઞાન નિયમથી હોય જ છે.
સ્વાનુભવથી પ્રમાણ કરજો. જિનાગમ એ માત્ર જોવાની, કે એકલા બાહ્ય શોભા–
શણગારની જ વસ્તુ નથી, એના અંતર–હાર્દ સુધી પહોંચીને સ્વાનુભવ કરવાનો છે.
એટલે માત્ર પરમાગમ–મંદિરનો ભવ્ય ઉત્સવ કરીને અટકશો નહિ, જે પરમાગમ
તેમાં કોતરાયા છે તે પરમાગમના અભ્યાસમાં નિરંતર ચિત્તને જોડીને, તેના ઊંડા
હાર્દ સુધી પહોંચીને, આનંદમય પરમાત્મતત્ત્વને અનુભૂતિગમ્ય કરજો.–એ
જિનવાણીની સર્વોત્તમભક્તિ છે, ને એ વીતરાગગુરુઓની ભલામણ છે. સમયસાર–
જિનાગમના અંતમાં ‘આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ કરતું આ અક્ષય
જગતચક્ષુ પૂર્ણતાને પામે છે’–એમ કહીને “આત્માનો પ્રત્યક્ષ અનુભવ” તે આ
આગમનું ફળ બતાવ્યું છે.
નથી, તેથી જે ભક્તિથી શ્રુતને ઉપાસે છે તે જિનદેવને જ ઉપાસે છે. આપણે હંમેશાંં
દેવ–ગુરુ સાથે શાસ્ત્રની પણ પૂજા કરીએ છીએ ને ત્રણ રત્નોમાં (દેવ–શાસ્ત્ર–ગુરુ
તીન) તેને પણ ગણીએ છીએ. પરંતુ, શાસ્ત્રને માત્ર ઉત્તમ કપડાવડે બાંધવાથી કે
પૂંઠા ચડાવવાથી જ શ્રુતપૂજા સમાપ્ત થઈ જતી નથી; વાસ્તવિક શ્રુતપૂજા તો
એકાગ્રચિત્તથી તેનું અધ્યયન કરવું ને તેના ભાવ સમજવા તે જ છે. આવી
ભાવપૂજામાં દેવ અને શાસ્ત્રની એકતા થઈ જાય છે. અત્યારે આપણને આ ક્ષેત્રે
જિનદેવના સાક્ષાત્કારનું સૌભાગ્ય તો નથી, પરંતુ જિનવાણીનો તો સાક્ષાત્કાર થાય
છે ને તેના અભ્યાસવડે આત્માનો પણ સાક્ષાત્કાર થઈ શકે છે.