મિથ્યાદ્રષ્ટિના પરિણામ અશુદ્ધ છે, તે સ્વભાવથી વિમુખ છે ને સંસારની સન્મુખ છે.
જેને શુભરાગની પણ રુચિ છે તેના પરિણામ સંસારની સન્મુખ છે, મોક્ષસન્મુખ તેના
પરિણામ નથી.
આઠ પ્રધાન ગુણોમાં ‘સમ્યક્ત્વ–ગુણ’ કહેલ છે ત્યાં ‘ગુણ’ એટલે ગુણની શુદ્ધપર્યાય,
દોષ વગરની પર્યાય’ એવો તેનો અર્થ છે. સામાન્યગુણ નવો ન પ્રગટે, પણ તેની
શુદ્ધપર્યાય નવી પ્રગટે. શ્રદ્ધાગુણ તો બધા જીવોમાં ત્રિકાળ છે, તેનું શુદ્ધ પરિણમન થતાં
સમ્યગ્દર્શનાદિ શુદ્ધપર્યાય પ્રગટે છે, તે કોઈ વિરલ જીવોને જ થાય છે. આ રીતે દ્રવ્ય–
ગુણ–પર્યાયને જેમ છે તેમ બરાબર જાણવા જોઈએ. વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયનું જ્ઞાન તે
તો જૈનધર્મનું મૂળ છે; ને તે સમ્યક્ત્વાદિનું કારણ છે.
ગુણનું સ્વતંત્ર પર્યાયરૂપ પરિણમન.–આવા દ્રવ્ય–ગુણ–પર્યાયનું યથાર્થ સ્વરૂપ ધર્મી જીવ
બરાબર જાણે છે. ભગવાન જિનેશ્વરના મતમાં જ તેનું યથાર્થ પ્રતિપાદન છે, અને
જિનેશ્વરના નંદન એવા સમ્યગ્દ્રષ્ટિ જ તેને બરાબર જાણે છે. માટે કહ્યું કે સમ્યગ્દ્રષ્ટિ
જીવ દેવ–ગુરુ–શાસ્ત્રનો સાચો ભક્ત છે અને તેમના કહેલા ધર્મને તે સમ્યક્પણે આચરે
છે.
મુનિદશાની શી વાત! એમની શુદ્ધતા ને એમનું સુખ તો સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય
વિશેષ છે. એ તો પરમેષ્ઠી પદ છે, અરિહંતો અને સિદ્ધોની સાથે નમસ્કારમંત્રમાં એમનું
નામ આવે છે; સમ્યગ્દ્રષ્ટિ જીવો પણ દાસાનુદાસપણે પરમ ભક્તિથી એમના ચરણોમાં
મસ્તક ઝુકાવે છે. વાહ, એ મુનિદશા! અરે, સમ્યગ્દર્શન પણ અપૂર્વ દશા