: ૩૨ : આત્મધર્મ : પોષ : રપ૦૦
સેવનને છોડ; અને ભક્તિથી જૈનમાર્ગને ઓળખીને તેનું સેવન કર.–તારું મહાન કલ્યાણ
થશે.
* જૈન–સાધુ કેવા હોય? *
રત્નત્રયસંયુક્ત જે સાધુ શુદ્ધભાવવડે આત્માને ધ્યાવે છે તે સાધુ અબદ્ધ છે,
તેઓ કર્મથી બંધાતા નથી પણ અલ્પકાળે મુક્તિ પામે છે. તે મુનિનું ચારિત્ર આત્મારૂપ
છે. શુભરાગ તે કાંઈ ખરૂં ચારિત્ર નથી, અર્થાત્ તે આત્મારૂપ નથી. આત્મામાં એકાગ્ર
થઈને આત્મારૂપ થયેલું ચારિત્ર તે ખરૂં ચારિત્ર છે. એવા ચારિત્ર વડે જે મોક્ષને સાધે છે
તે સાધુ છે.
તે સાધુ ભગવંતો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સહિત શુદ્ધ સંયમી છે, જિન–રૂપ
ધારણ કરનારા છે, અને શુદ્ધઆત્માના અનુભવરૂપ અર્થને સાધનારા છે. તે મહાત્મા,
ત્રણલોકને જાણનારા એવા શુદ્ધઆત્માને ધ્યાવે છે–એ જ તેમનું મહાવ્રત છે.
ધર્મધ્યાનસંયુક્ત એવા તે સાધુ શુદ્ધધર્મને પ્રકાશે છે. સર્વજ્ઞજિનદેવે જે તત્ત્વો કહ્યાં છે
તેનું જ તેઓ પ્રકાશન કરે છે.
અહો, સર્વજ્ઞદેવે આત્માનો શુદ્ધ ધર્મ પ્રકાશ્યો છે, અને મોક્ષને સાધનારા સાધુઓ
પણ સર્વજ્ઞદેવના વચનઅનુસાર જ શુદ્ધઆત્માને પ્રકાશે છે. આ રીતે રાગ વગરના
શુદ્ધઆત્માને પ્રકાશનારા એવા વીતરાગમાર્ગને, તથા એવા જૈનસાધુને જ ધર્મી જીવ
શ્રદ્ધે છે; એનાથી વિરુદ્ધ માર્ગને તે કદી માનતો નથી. અહો, આવા વીતરાગમાર્ગી
જૈનસાધુઓ શુદ્ધભાવ વડે પોતાના આત્માને તો ભવસમુદ્રથી તારે છે, તેમ જ
શુદ્ધમાર્ગના ઉપદેશ વડે જગતના ભવ્ય જીવોને પણ તેઓ તારનારા છે. આ રીતે
જૈનસાધુઓ જ तरण–तारण છે; તેઓ જહાજસમાન છે. જહાજ પોતે તરે છે ને તેમાં
બેસનારને પણ તારે છે, તેમ જૈનસાધુઓ પોતે રત્નત્રયવડે તરે છે ને તેમના ઉપદેશેલા
રત્નત્રયમાર્ગને અનુસરનારા જીવોને પણ તારે છે.
–આવા તરણ–તારણહાર સાધુ ભગવંતોને નમસ્કાર હો.
* ખરો પંડિત કોણ છે? *
શાસ્ત્ર ભણે તે પંડિત, ને ન આવડે તે મૂર્ખ–એમ નથી; પણ
આત્માને જાણે તે પંડિત, ને ન જાણે તે મૂર્ખ–એમ જ્ઞાની કહે છે.
પરમ ઔદારિક શરીરમધ્યે જેઓ કેવળજ્ઞાનાદિ ગુણોસહિત બિરાજે છે એવા