Atmadharma magazine - Ank 363
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 41

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૩ :
રુ મહાવીરનાથનો ઈષ્ટ–ઉપદેશ રુ
સર્વજીવ–હિતકારી,
ભગવાન મહાવીરનું અનેકાન્તશાસન
(અનેકાન્તમાં અનંત ગંભીરતા ભરી છે)
જગતના જીવ કે અજીવ સમસ્ત પદાર્થોમાં પોતપોતાના
અનેકધર્મો (અનંત ધર્મો) રહેલાં છે, તેના અનેકાન્ત સ્વરૂપને
વીરનાથની વાણી પ્રકાશે છે. એ રીતે પ્રત્યેક પદાર્થના સ્વાધીન
અનંતસ્વભાવોને જાણતાં, અને પોતાના આત્મામાં રહેલા પોતાના
જ્ઞાનાદિ અનંતસ્વભાવોને જાણતાં, જીવને સ્વ–પરનું ભેદજ્ઞાન થાય
છે, તેને ક્યાંય મોહ રહેતો નથી, ને તે પોતાના નિજસ્વભાવરૂપે
પરિણમે છે. નિજસ્વભાવરૂપ પરિણમન તે જ જીવનું હિત છે. તે જ
ઈષ્ટ છે, ને એવા ઈષ્ટનો ઉપદેશ મહાવીરપ્રભુના અનેકાન્ત–શાસનમાં
છે. અને તે શાસન સર્વજીવોને હિતકારી છે. ભગવાને કરેલો ઈષ્ટ
ઉપદેશ કેવો સુંદર છે! તે વીરપુત્ર ગુરુકહાને આપણને સમજાવ્યું છે;
તેનો નમૂનો અહીં આપ્યો છે. વીરપ્રભુના અઢી હજારમા
નિર્વાણોત્સવની આ મંગલ પ્રસાદી છે. (બ્ર. હ. જૈન)
દ્વિ–સ્વભાવી વસ્તુ (મહાવીર પ્રભુનો ઈષ્ટ ઉપદેશ)
અનેકાન્તમય આત્મવસ્તુના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–વસ્તુમાં એક સામાન્ય–
સ્વભાવ અને એક વિશેષસ્વભાવ, એટલે કે એક દ્રવ્યસ્વભાવ, અને એક પર્યાયસ્વભાવ,–
એમ બે સ્વભાવ એકસાથે વર્તે છે. તેમાં સામાન્યરૂપ એવો દ્રવ્યસ્વભાવ તે પર્યાયનું કારણ
નથી, પણ વિશેષરૂપ એવો પર્યાયસ્વભાવ તે પર્યાયનું કારણ છે. સામાન્ય દ્રવ્યસ્વભાવ
પોતે જો પર્યાયનું કારણ હોય તો, તે સામાન્ય સ્વભાવ સદા એકરૂપ રહેનાર હોવાથી
પર્યાયો પણ સદા એકરૂપ જ થવી જોઈએ.–પણ એમ નથી. પર્યાયો વિવિધ થાય છે ને તેનું
કારણ આત્માનો પર્યાયસ્વભાવ છે; તે–તે પર્યાયરૂપે થવાની