રીતે દ્રવ્ય અને પર્યાય બંને સ્વભાવો આત્મામાં એક સાથે છે, તેને અનેકાન્તસ્વરૂપે
જિનશાસન પ્રકાશે છે. આવો વસ્તુસ્વભાવ જેની દ્રષ્ટિમાં આવ્યો તે જીવ
ભવચક્રમાંથી બહાર નીકળી ગયો. –આ મહાવીર ભગવાને આપેલો ઈષ્ટ–ઉપદેશ છે.
આત્માને દ્રવ્ય અપેક્ષાએ ધ્રુવતા છે ને પર્યાયઅપેક્ષાએ આત્માને પરિણમન છે, –એ
અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય વચ્ચે કથંચિત્ ભેદ હોવા છતાં, જેમ બે આંગળી
એકબીજાથી પ્રદેશભેદે જુદી છે તેમ કાંઈ દ્રવ્ય અને પર્યાય એ બે જુદા નથી. બાપુ!
નિર્મળ પર્યાયને છોડવા જઈશ તો તે પર્યાયથી જુદી કોઈ (સર્વથા ધ્રુવ) આત્મવસ્તુ
તને પ્રાપ્ત નહિ થાય. દ્રવ્ય અને પર્યાય બંને સાથે અનુભવમાં આવે છે, પણ તે
અનુભૂતિમાં ‘આ દ્રવ્ય, ને આ પર્યાય’ એવા ભેદને તે સ્પર્શતો નથી; એટલે
અનુભૂતિમાં ભેદવિકલ્પનો નિષેધ (અભાવ) છે, પણ કાંઈ અનુભૂતિમાં પર્યાયનો
અભાવ નથી. પર્યાય તો અંતર્મુખ એકાગ્ર થઈ છે, ત્યારે તો આત્મા અનુભવમાં
આવ્યો છે. અહો, આચાર્યદેવે દીવા જેવું ચોકખું વસ્તુસ્વરૂપ ખુલ્લું કર્યું છે.
નથી. તારા અનંતગુણનું સત્ત્વ પર્યાયમાં નિર્મળપણે ઉલ્લસી રહ્યું છે, તે તું જ છો,
તે કાંઈ તારાથી કોઈ બીજું નથી. હા, એકલી પર્યાય જેટલો આખો આત્મા નથી પણ
ધ્રુવસ્વભાવ તેમજ પર્યાયસ્વભાવ એવા બંને સ્વભાવરૂપ આત્મતત્ત્વ અનુભવમાં
આવે છે. પર્યાયને એટલે કે ચૈતન્યપરિણતિને નહિ સ્વીકારનાર જીવ ધ્રુવસ્વભાવને
પણ સ્વીકારી શકતો નથી. નિર્મળપર્યાયમાં ધ્રુવસ્વભાવનો સ્વીકાર, ને
ધ્રુવસ્વભાવના સ્વીકારમાં નિર્મળ ચૈતન્યપર્યાયનો સ્વીકાર, એમ અનેકાંતના બળે
વસ્તુના બંને સ્વરૂપનો સ્વીકાર એકસાથે જ થઈ જાય છે. ને એવી વસ્તુને
અનુભવનારો જીવ જ ધર્મી છે, તે જ