વર્તે છે; નિમિત્તનું અસ્તિત્વ ઉપાદાનના કારણે નથી, તેમજ ઉપાદાનનું અસ્તિત્વ
નિમિત્તના કારણે નથી; બંનેના ષટ્ કારકો પોતપોતામાં જ છે. જેમ જીવની ગતિમાં
નિમિત્ત ધર્માસ્તિ છે, છતાં ત્યાં જીવ અને ધર્માસ્તિ બંને વસ્તુ ભિન્ન છે, બંનેના છ
કારકો એકબીજાથી ભિન્ન છે; જીવને કારણે ધર્માસ્તિ નથી, કે ધર્માસ્તિને કારણે જીવ
નથી. તેમ ધર્માસ્તિકાય વત્ જગતના જે કોઈ નિમિત્તો છે તે બધાય નિમિત્તો,
ઉપાદાનથી જુદા છે; ઉપાદાન અને નિમિત્ત બંને પદાર્થો પોતપોતામાં સ્વતંત્ર કામ
કરે છે. એકને કારણે બીજાનું અસ્તિત્વ નથી. વસ્તુનું આવું સ્વરૂપ જાણીને ભેદજ્ઞાન
થયું તે મહાવીરપ્રભુનો માર્ગ છે, તે જ મોક્ષનો પંથ છે.
આનંદનો અનુભવ થાય છે. સ્વભાવ તરફ ઢળેલા જીવને ખાતરી થાય છે કે મારા
સ્વભાવના અનુભવમાં મને કોઈ રાગનું કે નિમિત્તનું અવલંબન નથી; તેનું તો
અવલંબન છૂટી ગયું છે. વસ્તુનું પોતાનું સ્વરૂપ જ આવું છે, તે કાંઈ બીજા કોઈ વડે
થયેલું નથી. દ્રવ્ય અને પર્યાય બંને પોતાના સ્વરૂપથી જ વસ્તુમાં સત્ છે, તેમાં જેમ
દ્રવ્ય બીજાના કારણે નથી તેમ પર્યાય પણ બીજાના કારણે નથી. આવું વસ્તુસ્વરૂપ
નક્કી કરનાર બીજા કોઈના આલંબનની આશા રાખ્યા વગર, સ્વાધીનપણે પોતાના
સ્વભાવમાં પરિણમે છે.
જ્ઞાનના લક્ષ્યમાં ક્યાંય રાગ નથી આવતો; રાગનું લક્ષણ તો બંધન છે, રાગનું
લક્ષણ કાંઈ જ્ઞાન નથી. જ્ઞાન લક્ષણ પોતે રાગ વગરનું છે, તે રાગથી ભિન્ન
આત્માને લક્ષિત કરીને તેનો અનુભવ કરાવે છે.