Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 53

background image
: મહા : રપ૦૦ આત્મધર્મ : ૧૩ :
એવા અક્ષોભ નિશ્ચલ છે,–સાગર સમાન ગંભીર છે.–આવા અનંતગુણસંપન્ન અરિહંત
પરમાત્મા તે સાક્ષાત્ ચૈતન્યમય જિનપ્રતિમા છે; તેમજ દેહાતીત એવા સિદ્ધભગવંતો
પણ (ઉપરના સમસ્ત ગુણોસહિત છે તે) સાક્ષાત્ જિનપ્રતિમા છે. ચૈતન્યરૂપ આવા
જિનપ્રતિમાને ઓળખીને મૂર્તિમાં જે સ્થાપના કરવામાં આવે છે તે પણ વીતરાગતાની
જ સૂચક હોય છે; તેને વસ્ત્ર–આભૂષણ કે ફૂલ–હાર હોતાં નથી.
આત્માને રાગાદિથી ભિન્ન ચૈતન્યભાવરૂપે પરિણમાવવો તે જ જિનપ્રતિમાની
પરમાર્થ ઉપાસના છે. કેમકે પરમાર્થ જિનપ્રતિમા ચૈતન્યબિંબરૂપ છે; ને પાષાણ–પ્રતિમા
વગેરેમાં તેની સ્થાપના તે વ્યવહાર છે, શુભરાગમાં તે પણ પૂજ્ય છે, વીતરાગતામાં તો
બહારનું આલંબન રહેતું નથી; ત્યાં તો આત્મા પોતે ચૈતન્યભાવરૂપ જિનપ્રતિમા થયો
છે...પોતામાં લીન થઈને તે પોતે પોતાને આરાધે છે.
અરિહંત પરમાત્મા છે તે પણ નિશ્ચયથી કેવળજ્ઞાનરૂપ પરિણમેલા આત્મા છે, તે
નિશ્ચય–જિન છે; ને તેમનું શરીર કે પ્રતિમાદિમાં સ્થાપના તે વ્યવહાર–જિન છે.
અરિહંતદેવના શુદ્ધદ્રવ્ય–ગુણ–પર્યાયને જે ખરેખર ઓળખે છે તે તો રાગાથી ભિન્ન
ચૈતન્યસ્વરૂપ આત્માને ઓળખી લ્યે છે. અરિહંત જિનની આવી પરમાર્થ ઓળખાણ
સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. તેના જ્ઞાનપૂર્વક જે જિનપ્રતિમા વીતરાગમુદ્રાદર્શક હોય છે તે
વ્યવહારમાં વંદનીય હોય છે, ને તેમાં શુભરાગ છે. આવા નિશ્ચય ને વ્યવહાર બંને
એકસાથે ધર્મીને હોય છે.
નિશ્ચય અને વ્યવહાર બંને એક નથી પણ જુદા છે, પણ તેઓ બંને એકસાથે
રહી શકે છે. બંનેનું સ્વરૂપ જુદું હોવા છતાં, એકસાથે રહેવામાં તેને વિરોધ નથી,
એટલે–
જ્યાં શુદ્ધઆત્માની જ્ઞાનદશા (રાગ વગરની) પ્રગટી હોય ત્યાં રાગ સર્વથા હોય
જ નહિ–એમ નથી.
તથા જ્યાં રાગ હોય ત્યાં શુદ્ધાત્માનું જ્ઞાન હોય જ નહિ–એમ પણ નથી.
ધર્મી–સાધકને શુદ્ધાત્મજ્ઞાન અને રાગ બંને એકસાથે વર્તે છે–પણ તેમાં જે
શુદ્ધજ્ઞાન છે તે તો મોક્ષનું કારણ થાય છે, ને જે રાગ છે તે કર્મબંધનું કારણ થાય છે. આ
રીતે એક પર્યાયમાં બંને સાથે હોવા છતાં બંનેનું સ્વરૂપ જુદું છે, બંનેનું કાર્ય જુદું છે. એ
વાત સમયસાર કળશ ૧૧૦ માં આચાર્ય દેવે સ્પષ્ટ સમજાવી છે. ત્યાં કહે છે કે–