એવા સર્વજ્ઞ તે જ દેવ છે. આવા દેવ–ગુરુ–ધર્મનું સેવન તે ભવ્યજીવોનો ઉદય કરનારું
છે. અહો, આવો માર્ગ પ્રસિદ્ધ કરીને જે આચાર્યભગવાને મોક્ષમાર્ગના બધા વિઘ્નો દૂર
કરી દીધાં છે–એવા કુંદકુંદઆચાર્યભગવાનની આચાર્યપદવીનો આજે મહાન દિવસ છે.
અહો ‘દેવ’ તો વીતરાગતા દેનારા છે, વીતરાગતાનો જ ઉપદેશ ભગવાને દીધો છે.
અને જૈનમાર્ગમાં ગુરુ પણ ક્ષણે ક્ષણે વીતરાગતાને જ ભાવનારા છે. અહો ભવ્ય
જીવો! આવા માર્ગનું સેવન કરો. આવા માર્ગને સેવનારા ભવ્યજીવોને મોક્ષમાર્ગનો
ઉદય થાય છે.
હોય છે.
પરમાત્મા પાસે પૂર્ણ જ્ઞાન–વીતરાગતા છે, તેથી તેમના માર્ગના સેવનથી જ વીતરાગતા
ને સર્વજ્ઞતા મળે છે; માટે અમારા દેવ જ અમને રત્નત્રયના દાતાર છે, જગતના બીજા
કુદેવો પાસે રત્નત્રય છે જ ક્્યાં–કે બીજાને આપે? નિમિત્ત તરીકે પણ શુદ્ધરત્નત્રયવાળા
જ દેવ હોય. આ રીતે ‘દેવ’ ને સ્વીકારે તેને રત્નત્રયની પ્રાપ્તિ થાય જ. આચાર્યદેવે પણ
કહ્યું છે કે ભગવાને કહેલા આત્મસ્વરૂપને સાંભળીને તું સ્વાનુભવ વડે તેને પ્રમાણ
કરજે, એટલે દેવ–ગુરુ પાસે આવીને સ્વાનુભવ કરે એવા જીવો જ સાચા શ્રોતા છે. જે
દેવ પાસે આવ્યો, સર્વજ્ઞદેવને જેણે જ્ઞાનમાં સ્વીકાર્યા તે જીવ પોતે પણ તેમનો ઉપદેશ
ઝીલી, મોહને તોડીને સ્વાનુભવવડે ‘દેવ’ જેવો થઈ જ જશે. સર્વજ્ઞને સ્વીકાર્યા ને તે
જીવ સર્વજ્ઞ જેવો ન થાય–એમ બની શકે નહિ. ગમે તેવી કટોકટીના કાળમાં પણ, જે
ધર્મી જીવે સર્વજ્ઞને પોતાના હૃદયમાં બેસાડયા છે તે જીવ માર્ગથી ડગતો નથી, તેને હવે
લાંબા ભવ હોતાં નથી. ભવરહિત એવા ભગવાન સર્વજ્ઞને જેણે સ્વીકાર્યા તે હવે
અલ્પકાળમાં ભવરહિત થયે જ છૂટકો. રાગથી પાર સર્વજ્ઞનો જે સ્વીકાર છે તે જ
રાગરહિતપણાનો પુરુષાર્થ છે; રાગરહિત સર્વજ્ઞને સ્વીકાર્યા તે હવે રાગમાં અટકે નહીં
એક સમયમાં પૂર્ણાનંદ સ્વરૂપ પરમાત્માને