: ૨૦ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
અહા, અમે સર્વજ્ઞ–પરમાત્માને સેવનારા...અમારા આત્મામાં હવે દીનતા રહે
નહીં.–જેમ મોટા ચક્રવર્તીને સેવનારા ગરીબ હોય નહી. પૂર્ણ જ્ઞાન–આનંદરૂપ થયેલા
સર્વજ્ઞ પરમાત્મા, તેઓ જ પૂર્ણ જ્ઞાન–આનંદનો ઉપદેશ દેનારા છે, ને તેમને ઓળખી
તેમના માર્ગને સેવનારા જીવો પણ તેવા જ પૂર્ણ જ્ઞાન–આનંદને પામે છે. અહો, પ્રભો!
અમે આપને સેવનારા, ને અમે હવે ગરીબ કે અલ્પજ્ઞ રહીએ–એમ બને જ નહીં. ‘તું
સિદ્ધ, હું પણ સિદ્ધ’ એવા વિશ્વાસથી ઉપડેલો સાધક અલ્પકાળમાં સિદ્ધ થઈ જશે. આવો
આત્મા જેણે અનુભવમાં લીધો તેણે જ ખરેખર સર્વજ્ઞ–કેવળી પ્રભુને સેવ્યા છે. આ રીતે
દેવની સેવા કરનાર જીવને નિમિત્ત તરીકે તે દેવ શુદ્ધ રત્નત્રયના દેનાર છે,
જેની પાસે જે હોય તેને સેવતાં તે મળે.
આંબાના ઝાડને સેવતાં આંબા મળે,
લીંબડાના ઝાડને સેવતાં કાંઈ આંબા ન મળે.
તેમ સર્વજ્ઞ–વીતરાગપદ જેણે પ્રગટ કર્યું છે એવા દેવના માર્ગને સેવતાં શુદ્ધ
રત્નત્રય મળે છે.
પણ રાગી–દ્વેષી–મોહી જીવો પાસે રત્નત્રય નથી તેથી તેમના સેવન વડે
સમ્યક્ત્વાદિ રત્નત્રય પમાતા નથી.
આ રીતે વીતરાગદેવ જ રત્નત્રયના દાતાર છે એમ સમજવું. આ જાણીને હે
સર્વજ્ઞના માગમાં જે શુદ્ધ રત્નત્રય છે તે જ મહા પવિત્ર તીર્થ છે, તે તીર્થના
‘જ્ઞાનતીર્થ’ અથવા ઉત્તમ ક્ષમાદિ શાંત ભાવરૂપ થયેલો આત્મા, તે પરમાર્થ–