Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 53

background image
: મહા : રપ૦૦ આત્મધર્મ : ૨૧ :
તીર્થ છે, તે આત્મા પોતે શુદ્ધભાવવડે સંસારને તરી રહ્યો છે એવા તીર્થસ્વરૂપ જીવો જ્યાં
વિચર્યા તે ભૂમિને પણ ઉપચારથી તીર્થ કહેવાય છે. અંદરના ભાવતીર્થના સ્મરણ માટે તે
તીર્થની યાત્રાનો ભાવ ધર્મીનેય આવે છે.
અહો, જૈનધર્મના સેવન વડે સર્વ જીવોનો ઉદય થાય છે તેથી જિનેંદ્ર ભગવાનના
શાસનને ‘સર્વોદયતીર્થ’ કહેવાય છે. શ્રી સમંતભદ્રસ્વામીએ ભગવાનના શાસનને
સર્વોદય તીર્થ કહીને સ્તુતિ કરી છે. રત્નત્રયધારક મુનિરાજ તે હાલતા ચાલતા જીવંત
તીર્થ છે. આચાર્યદેવ કહે છે કે અહો ભવ્ય જીવો! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી પવિત્ર
જળથી ભરેલું આ રત્નત્રય તીર્થ–(ત્રિવેણીસંગમની જેમ રત્નત્રયનો જેમાં સંગમ છે)
તેમાં સ્નાન કરો.
* * * * *
× નાની પણ અત્યંત જરૂરી વાત ×
ગુરુદેવ પ્રવચનમાં અવારનવાર કહે છે કે સમ્યગ્દર્શન પહેલાંં
પણ, સાધારણ જૈનનેય રાત્રે ખાવાનું હોય નહીં. રાત્રે ખોરાકમાં ત્રસજીવ
હોય છે, રાત્રે ખાવું તે તો સીધેસીધો મરેલા ત્રસ જીવને ખાવા જેવું છે.
સાધારણ જૈનને પણ રાત્રિભોજન શોભે નહીં. (ઇંડા કે મધ તે માંસ
જેવા જ અભક્ષ છે. મુમુક્ષુને દવામાં પણ તે હોય નહીં.) એ જ રીતે
પીવાનું પાણી યોગ્ય રીતે ગળ્‌યા વગર જૈન વાપરે નહિ. સાધારણ સ્થૂળ
જૈનના સંસ્કાર હોય તે પણ રાત્રે ભોજન કે અણગળ પાણીનો ઉપયોગ
કરે નહીં.
જૈનની ભોજનસંસ્થાઓમાં કે લગ્નાદિ પ્રસંગે પણ રાત્રે કે
સૂર્યોદય પહેલાંં ખોરાક રાંધવાનું સદંતર બંધ થવું જરૂરી છે. કંદમૂળનું
ભક્ષણ કે તમાકુ જેવી વસ્તુનું વ્યસન પણ મુમુક્ષુને શોભે નહીં. આશા છે
કે દરેક જૈન અને દરેક કાર્યકરો આ વાતનું જરૂર પાલન કરશે. મુંબઈ હો
કે સૌરાષ્ટ્ર, ભારતમાં હો કે અમેરિકા જેવા પરદેશમાં,–પણ જૈન માત્રે
આટલી વાતનું પાલન કરવું તે પોતાના હિત માટે ઉપયોગી છે, તેમજ
જૈનસમાજની શોભા માટે સદાચાર અત્યંત જરૂરી છે
जय महावीर
(મહાવીર ભગવાનના મોક્ષગમનનું અઢીહજારમું વર્ષ છે.)