Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 53

background image
: ૨૨ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
જો તુ શિવપુરીપંથનો પથિક થવા ચાહતો હો
–તો શું કરવું? તે આચાર્યદેવ બતાવે છે.
હે પથિક શિવપુરીપંથના! ...તું પ્રથમ જાણજે ભાવને;
છે માર્ગ સાધ્ય પ્રયત્નથી; નહિ ભાવવિરહિત લિંગથી.
(ભાવપ્રાભૃત ગાથા–૬)

“હે શિવપુરીપંથના પથિક! ” વીતરાગભાવ વગરના એકલા બાહ્ય દિગંબર
લિંગથી તને શું લાભ છે? શુદ્ધભાવ વગરના લિંગથી કાંઈ મોક્ષમાર્ગ સધાતો નથી;
જિનવરદેવે કહેલો મોક્ષમાર્ગ તો સમ્યક્ત્વાદિ શુદ્ધભાવરૂપ પ્રયત્ન વડે જ સાધ્ય છે. માટે
પ્રથમ તું ભાવને જાણ.
અહા, જુઓ તો ખરા! આચાર્યદેવે ભવ્યજીવને કેવું મધુરું સંબોધન કર્યું છે!!
‘શિવપુરીપંથના પથિક! ’ એમ કહીને બોલાવ્યો છે. અરે ભાઈ! તું તો શિવપુરીના
માર્ગે ચાલનારો છો ને! તો શિવપુરીનો માર્ગ શુદ્ધભાવ વડે જ સાધી શકાય છે; માટે
પ્રથમ તું શુદ્ધભાવને જાણીને તેનો પ્રયત્ન કર. કાંઈ શુભરાગ વડે કે માત્ર બહારના
દિગંબર મુનિભેષ વડે મોક્ષમાર્ગ સધાતો નથી. તું અનાદિકાળથી શુદ્ધભાવ વગર જ
સંસારમાં રખડયો. શુભાશુભ ભાવો તો તેં અનંતકાળમાં અનંતવાર કર્યા છે, દ્રવ્યલિંગ
પણ અનંતવાર ધાર્યા છે–પણ શિવપુરીનો માર્ગ હજીસુધી તારા હાથમાં ન આવ્યો; માટે
હવે તું સમજ કે તેનાથી જુદી જાતનો, શુદ્ધભાવરૂપ મોક્ષમાર્ગ છે; એમ જાણીને એવા
શુદ્ધભાવનો ઉદ્યમ તું કર. આત્માનું સ્વરૂપ જાણીને સ્વસન્મુખ પરિણતિ તે શુદ્ધભાવ છે,
તે જ શિવપુરિનો ઉદ્યમ છે. આવા માર્ગે જિનેશ્વરદેવો મુક્તિ પામ્યા છે, ને તે જ માર્ગ
જગતના ભવ્ય જીવોને ઉપદેશ્યો છે.–
અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત્ત થયા; નમું તેમને.
(પ્રવચનસાર–૮૨)