જડ શરીરથી પાર, અંદરના શુદ્ધ ચૈતન્યભાવરૂપ છે, તેનો પ્રયત્ન તું કરજે. અમે તો તને
શિવપુરીનો પંથ બતાવીએ છીએ. માટે હે શિવપુરીપંથના પથિક! તું આવા માર્ગને
જાણીને પ્રયત્નવડે આ માર્ગમાં આવ. આ માર્ગથી અલ્પકાળમાં જ તું આનંદમય
શિવપુરીમાં પહોંચીશ, રાગના માર્ગ તો, અનંતકાળથી ચાલવા છતાં શિવપુરી તારા
હાથમાં ન આવી, ને તું સંસારમાં જ રહ્યો; તે શિવપુરીનો પંથ નથી. શિવપુરીનો પંથ
અમે જોયેલો, ને જાતે અનુભવેલો આ શુદ્ધભાવરૂપ છે, શુદ્ધોપયોગ તે પ્રસિદ્ધ શિવમાર્ગ
છે; તેને જાણીને પ્રયત્ન વડે તું આ શિવપુરીપંથમાં આવ.