: મહા : રપ૦૦ આત્મધર્મ : ૩૧ :
પ્રવચન પછી શ્રી મહાવીર–કુંદકુંદ પરમાગમમંદિરમાં મહાવીરપ્રભુની પ્રતિષ્ઠાના
પંચકલ્યાણક મહોત્સવની તથા ઉદ્ઘાટન મહોત્સવની નિમંત્રણપત્રિકા લખવાનો મંગલ
પ્રારંભ થયો હતો; શરૂઆતમાં વિદ્વાન ભાઈશ્રી હિંમતભાઈએ તે નિમંત્રણપત્રિકા
સભામાં વાંચી સંભળાવ્યા બાદ, પૂ. ગુરુદેવે સુહસ્તે તે કુમકુમપત્રિકામાં કેશરનો “
લખીને મંગળ કર્યું હતું. ત્યારબાદ મુરબ્બીશ્રી રામજીભાઈ તથા પ્રમુખશ્રી નવનીતભાઈ
દ્વારા લખાયેલી કંકુ છાંટી પ્રથમ કંકોતરી સભાજનોના હર્ષોલ્લાસ વચ્ચે પૂ. ગુરુદેવના
કરકમળમાં, તેમજ પૂ. બેનશ્રી–બેનને અર્પણ કરવામાં આવી હતી.
કંકોતરી લખવાની મંગલવિધિ બાદ તુરત જ પ્રતિષ્ઠામહોત્સવ માટેના ઈંદ્રોની
ઉછામણી થઈ હતી, તેમાં પ્રથમ સૌધર્મઈન્દ્રની બોલી શેઠશ્રી પૂરણચંદજી ગોદિકાએ લીધી
હતી તથા ઈશાનઈન્દ્રની બોલી સુરતના ભાઈશ્રી મનહરલાલ ધીરજલાલે લીધી હતી.
હાલ કુલ ૧૩ ઈન્દ્રોની ઉછામણી થયેલ છે, ને બાકીનાં ત્રણ ઈન્દ્રોની તથા કુબેરની
ઉછામણી ઉત્સવ વખતે (ફાગણ સુદ ચોથના રોજ) બોલવામાં આવશે.
ભગવાનના પિતા–માતાની સ્થાપનાનું સૌભાગ્ય વિદ્વાન ભાઈશ્રી લાલચંદભાઈ
આ ઉપરાંત ભગવાન કુંદકુંદસ્વામી–અમૃતચંદ્રસ્વામી–પદ્મપ્રભુસ્વામી–એ શાસ્ત્ર–
કાર ત્રિપુટીનાં મહાન ચિત્રો પોતાના તરફથી કરવાની જાહેરાત પણ મુમુક્ષુ ભાઈબહેનો
તરફથી થઈ હતી. અને કુંદકુંદસ્વામીના ચરણપાદૂકા લઈ આવવાની ઊછામણી પણ
હર્ષોલ્લાસપૂર્વક આફ્રિકાવાળા રાયચંદભાઈએ લીધી હતી. (આ દરેક વસ્તુની સ્થાપના
કરવાની ઉછામણી બાકી છે, તે ઉત્સવ વખતે થશે.)
આ મહાન પ્રતિષ્ઠા ઉત્સવ માટે ગામેગામના મુમુક્ષુઓને ઘણો ઉલ્લાસ વર્તે છે.
મંગલ ઉત્સવનો કાર્યક્રમ તા. ૨૭ ફેબ્રુઆરીથી તા. ૬ માર્ચ સુધી (ફાગણ સુદ પાંચમથી
તેરસ સુધી) આઠ દિવસનો છે, જે નિમંત્રણપત્રિકામાં આપે વાંચ્યો હશે, તે નીચે
મુજબ છે–
ફાગણ સુદ પાંચમ (તા. ૨૭) : શાંતિજાપ, પ્રતિષ્ઠામંડપમાં ભગવાનની
પધરામણી, જૈન ધ્વજારોહણ, તથા પંચપરમેષ્ઠી પૂજન–પ્રારંભ.
ફાગણ સુદ છઠ્ઠ (તા. ૨૮) : નાંદીવિધાન, ઈન્દ્રપ્રતિષ્ઠા, પૂજાવિધાન પૂર્ણ,
અભિષેક, મૃત્તિકાનયન વગેરે.