Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 53

background image
: ૩૨ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
ફાગણ સુદ સાતમ (તા. ૧–૩–૭૪) : યાગમંડલવિધાન, જલયાત્રા,
ગર્ભકલ્યાણકની પૂર્વક્રિયા.
ફાગણ સુદ આઠમ (તા. ૨) : વીરપ્રભુનો ગર્ભકલ્યાણક, વેદીશુદ્ધિ વગેરે.
ફાગણ સુદ નોમ રવિવાર (તા. ૩) : જન્મકલ્યાણક–અભિષેક–પારણાઝૂલન,
રાજતિલક, રાજસભા.
ફાગણ સુદ ૧૧ (તા. ૪) : દીક્ષાકલ્યાણક વગેરે.
ફાગણ સુદ ૧૨ (તા. ૫) : આહારદાન, અંકન્યાસ, કેવળજ્ઞાન કલ્યાણક વગેરે.
ફાગણ સુદ ૧૩ (તા. ૬) બુધવાર : નિર્વાણકલ્યાણક:; પરમાગમમંદિરનું
ઉદ્ઘાટન; તેમાં વીરનાથપ્રભુની મંગલ પ્રતિષ્ઠા (૧૧ વાગે), કુંદુકુંદ
પ્રભુના ચરણપાદૂકાનું સ્થાપન, કળશ–ધ્વજારોહણ, શાંતિયજ્ઞ, રથયાત્રા.
વિધિનાયક તથા મૂળનાયક: મહાવીર ભગવાન.
પ્રતિષ્ઠાચાર્ય પં. મુન્નાલાલજી સમગોરયા (સાગર)
પરમાગમ–મંદિર ઉદ્ઘાટન: જૈનસમાજના નેતા શાહૂ શાંતિપ્રસાદજી જૈન, દિલ્હી
વિદ્વાનોનું સંમેલન પણ થશે.
* * * * *
“–એ વખતની શી વાત! ”
અચિંત્ય ચૈતન્યસ્વરૂપનો મહિમા લક્ષગત કરીને અંતરમાં
વારંવાર પ્રયોગદ્વારા જ્યારે પોતાના આત્મામાં જ ઉપયોગને
એકાગ્ર કરીને આત્મા પોતે ધ્યાનપર્યાયરૂપે પરિણમ્યો ત્યારે
તે પર્યાય અનંતગુણના ધામમાં પ્રવેશીને તેમાં લીન થઈ
ગઈ, ત્યાં ‘આ ધ્યાન ને આ ધ્યેય ’ એવો ભેદ ન રહ્યો,
ધ્યાન ને ધ્યેય બંને અભેદ થઈ ગયા. અનંતગુણના સ્વાદનું
વેદન તેમાં એકસાથે વર્તે છે, પરમ શાંતરસની ચૈતન્યધારા
ઉલ્લસે છે. અહા, એ વખતના આનંદવેદનની શી વાત!