Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 53

background image
: મહા : રપ૦૦ આત્મધર્મ : ૩૩ :
સોનગઢમાં મંગલ મહોત્સવ (પાનું ૮ થી ચાલુ)
સોનગઢના પ્રજાજનો પણ પોતાની નગરીમાં ઉજવાતા આ ભવ્ય મહોત્સવને
લીધે ખુશખુશાલ છે. હા, કદાચ ઘોડાગાડીવાળા કે મજુર લોકો થોડું ભાડું વધુ માંગશે,
–પણ આવા અવસરે આપણે તેમને ખુશી કરવા જોઈએ.
પણ ઉત્સવ પૂરો થયા પછી આટલા બધા માણસો એકસાથે જશે કેવી રીતે?
અરે ભાઈ! પ્રથમ તો જાણે એ વખતે વીરપ્રભુ પધાર્યા હોવાથી વાતાવરણ એવું
અદ્ભુત હશે કે તમને ઝટપટ સોનગઢથી જવાનું મન જ નહિ થાય. અને છતાં
જનારાઓ માટે રેલ્વે અને બસની પૂરી વ્યવસ્થા રહેશે. પૂરા પેસેન્જર મળતાં
સોનગઢથી સીધી અમદાવાદની, રાજકોટની, કે જુનાગઢ, પાલીતાણા વગેરેની સ્પેશ્યલ
બસ મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ જશે.
આ ઉત્સવમાં હાથી આવશે?
હા, હાથી તો હોય જ ને!
કેટલા હાથી આવશે?
આ ઉત્સવ પરમાગમ મંદિરનો છે ને તેમાં કોતરાયેલા પરમાગમ પાંચ છે, એટલે
હાથી પણ પાંચ જ આવશે. છેલ્લે એકેક હાથી ઉપર એકેક પરમાગમ બિરાજમાન કરીને
જ્યારે નાનકડા સોનગઢમાં મોટી ભવ્ય ગજયાત્રા નીકળશે ત્યારે તો કેવો આનંદ થશે!
...ખબર છે? સાંભળો! કુંદકુંદસ્વામી ઉત્સવમાં પધારે ને તેમને દેખીને કહાનગુરુને જેવો
આનંદ થાય તેવો આનંદ આપણને થશે. સાથે બે સુંદર રથ પણ હશે–એક સોનગઢનો ને
બીજો અજમેરનો.
વાહ ભાઈ વાહ! પણ હાથી ને રથ સિવાય બીજું કાંઈ આવશે?
હા, આકાશમાં એક વસ્તુ આવશે.
કોણ આવશે? શું કોઈ દેવ આવશે?
અત્યારે તો હેલિકોપ્ટર–વિમાન પુષ્પવૃષ્ટિ કરવા આવવાનું સાંભળ્‌યું છે. બાકી તે
વખતે જો કોઈ દેવ પણ આટલામાંથી પસાર થતો હશે તો તેને પણ એકવાર તો
સોનગઢનો આ મહાન ઉત્સવ જોવા ઊતરવાનું મન થઈ જશે....ને જો નહિ ઊતરે તો
તેનું વિમાન આકાશમાં થંભી જશે! એવો પ્રભાવશાળી આ ઉત્સવ હશે.
બીજું કાંઈ નવીન ખરૂં?