પ્રતિજ્ઞા લેશે; કુલ ૬૧ બ્ર. બહેનો થશે, ને બધા બહેનો હળીમળીનો
આત્મસાધનાની ભાવનાપૂર્વક આનંદથી જે ઉત્સવ ઉજવતા હશે તે દેખીને તમે
પણ જરૂર આનંદથી પ્રભાવિત થશો. અને તેમાં વળી પૂ. બેનશ્રી–બેનનો દેવ–
ગુરુ–ધર્મ પ્રત્યેનો ઉમંગ જોઈને તો મુમુક્ષુઓનો આત્મા જાગી ઊઠશે.
એક વાત તો કહો,–કે તે વખતે ગુરુદેવનો ઉલ્લાસ કેવો હશે!
વાહ ભાઈ વાહ! એની તો શી વાત કરું? એમનો ઉલ્લાસ તો અત્યારથી જ
એટલો બધો દેખાય છે કે આ નાનકડા આત્મધર્મમાં તે સમાતો નથી; તે
સમાવવા માટે તો ઘણાં પાનાં વધારવા પડશે.
હા ભાઈ! ઘણુંય નવું નવું થવાના ભણકારા તો વાગી રહ્યા છે, પણ બધી વાત
તમને અત્યારથી નહિ કહી દઉં. હવે તો બસ, તમે વેલાવેલા સોનગઢ આવીને
બધું રૂબરૂ જોજો ને આનંદિત થાજો.
ભલે....આવજો જરૂર આવજો.