* પરમાગમ–મંદિરનો મહોત્સવ કેવો અદ્ભુત હશે! તેની થોડીક ઝાંખી અહીં
આપ વાંચશો. પણ તે માટે આપે આપની આતુરતાને થોડીક રોકવી પડશે. કેમકે
તે અંક દશ દિવસ મોડો (એટલે કે તા. ૨૦ મી માર્ચે) રવાના થશે. અંક સંબંધી
ઘણી તૈયારીઓ એકલા હાથે કરવાની હોવાથી એટલો વિલંબ થશે. (સં૦)
વૈરાગ્ય–સમાચાર છાપવાનું બંધ રાખવામાં આવશે,–તેથી સર્વે જિજ્ઞાસુઓને
તેવા સમાચાર ન મોકલવા સૂચના છે.
ગુજરાતીમાં એક પત્રિકારૂપે સોનગઢમાં દરરોજ પ્રગટ થશે. બહારગામના જેઓ
તાજા સમાચાર મેળવવા માંગતા હોય તેમણે રૂા. ૨/– તથા પોતાના સરનામાની
પાંચ નકલ મોકલવાથી પત્રિકા પોસ્ટ દ્વારા મોકલવાની વ્યવસ્થા થશે.
આપના સ્નેહી–મિત્રજનોને શું આપ નહીં ચખાડો? એમને એ પ્રસાદી તમારે
આપવી જ જોઈએ. અને તે માટે તેમને આત્મધર્મ પહોંચાડવું જોઈએ. લવાજમ
માત્ર ચાર રૂપિયા છે. ઉત્સવ વખતે આપ જરૂર આપના સ્નેહીજનોનું લવાજમ
ભરી દેશો.
મનદુઃખ ન થાય, હોય તોપણ દૂર થઈ જાય–એવો આ ઉત્સવ છે. પ્રભુના કલ્યાણકમાં
જગતના બધા જીવોને સુખ થાય છે તેમ આ કલ્યાણક પણ સૌને સુખદાયી બની રહેશે.
અહા, જ્યારે આ દુનિયામાં તીર્થંકરના માર્ગનું નામ પણ મોંઘું થતું જાય છે ત્યારે આપણે
તો કેવા ભાગ્યશાળી છીએ કે વિદ્યમાન, ભૂત ને ભાવિ ત્રણેકાળના તીર્થંકરોનો સુયોગ
આપણને મળ્યો છે! તેની ખરી કિંમત એ છે કે આપણે આપણું આત્મકલ્યાણ કરીને
તીર્થંકરોના માર્ગમાં દાખલ થઈ જઈએ. એ જ આપણો ઉત્સવ!