: ૩૬ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
વારાણસી (કાશી) ના. પં. ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી લખે છે:–
“શ્રી પરમાગમ મંદિરકા નિર્માણ દિગંબર પરંપરામે એક આદર્શ અનુકરણીય
અપૂર્વ ઘટના હૈ! સોનગઢને યહ કાર્ય કર પૂરે સમાજકે સામને એક નયા આદર્શ
ઉપસ્થિત કિયા હૈ! મેરા ઈસ મહાન કૃતિકે પ્રતિ સાષ્ટાંગ પ્રણામ.”
–વારાણસી (કાશી) પં. ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી
અજમેરના શેઠશ્રી ભાગચંદજી સોની લખે છે :
જિનેન્દ્રભગવાનની રથયાત્રા માટે અજમેરનો સુપ્રસિદ્ધ ભવ્ય રથ આપણે
મંગાવેલ, તેની સંમતિ આપતાં શેઠશ્રી ભાગચંદજી સોની લખે છે કે સોનગઢમેં
પરમાગમ મંદિર એવં બૃહત્ પંચકલ્યાણક પ્રતિષ્ઠોત્સવકે સુસમાચાર અવગત કર
અત્યન્ત પ્રસન્નતા હુઈ.
કેન્દ્રીય પ્રબંધ સમિતિની બેઠક સોનગઢમાં :–
ઓલ ઇંડિયા દિગંબર ભગવાન મહાવીર ૨૫૦૦ મા નિર્વાણ–મહોત્સવ
સોસાયટીની પ્રબંધસમિતિની બેઠક તા. ૫ માર્ચ ૧૯૭૪ ના રોજ સોનગઢમાં સમિતિના
અધ્યક્ષશ્રી શાહૂ શાંતિપ્રસાદજી જૈનની અધ્યક્ષતામાં થશે. તેની સાથે ગુજરાત–
સૌરાષ્ટ્રની પ્રદેશસમિતિની મિટિંગ પણ થશે.
ગુજરાત–સૌરાષ્ટ્ર મુમુક્ષુ મંડળોને ખાસ સૂચના કે આપના ગામમાંથી કેટલા
મુમુક્ષુભાઈ–બહેનો ઉત્સવમાં પધારશે, તેની સંખ્યાનો અંદાજ વેલાસર (તા. ૧૫ સુધીમાં
ચોક્કસ લખી મોકલશો. તેમજ સમિતિની ભોજનશાળામાંં પણ અગાઉથી ખબર લખવા
ખાસ વિનંતી છે. –પરમાગમ મહોત્સવ કમિટિ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
પરમાગમ–મહોત્સવ કમિટિના સભ્યોને–
પ્રતિષ્ઠા–મહોત્સવ કમિટિ તરફથી ખાસ નિવેદન કરવામાં આવે છે કે સોનગઢમાં
પ્રતિષ્ઠા–મહોત્સવની તૈયારીઓ પૂર્ણ કરવા માટે એક જરૂરી મિટિંગ તા. ૨૪–૨–૭૪
(ફાગણ સુદ બીજ ને રવિવારના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે રાખવામાં આવી છે. તો
આ મિટિંગમાં બધા કાર્યકરોએ જરૂર હાજર રહેવા વિનતિ છે.) ફાગણ સુદ બીજ એ
સોનગઢ જિનમંદિરની ૩૪ મી વર્ષગાંઠનો પણ દિવસ છે. અને ત્યારપછી કાર્ય–વ્યવસ્થા
સંભાળવા માટે ઉત્સવ પૂરો થતાં સુધી સોનગઢ રહેવાનું છે. –પ્રતિષ્ઠા–મહોત્સવ કમિટિ