Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 53

background image
: ૩૮ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
* અહા, જ્યાં ચૈતન્યસત્તા વિદ્યમાન છે ત્યાં શું નથી? સર્વે ગુણોની શુદ્ધતા ત્યાં
વિદ્યમાન છે, તે ભાવરૂપ છે, ને તેમાં રાગાદિનો અભાવ છે. આવું ભાવપણું
ને અભાવપણું–ધર્મીના જ્ઞાનપરિણમનમાં ભેગું જ વર્તે છે. તેને હવે રાગનો
સર્વથા અભાવ થઈને કેવળજ્ઞાનનો સદ્ભાવ ખીલી જશે.
* અહો, અનંતગુણોની શુદ્ધતાનો જેમાં ભાવ છે–એવી સાધકદશા છે. સાધકને
પોતાની પરિણતિમાં અનંતગુણનો નિર્મળ ભાવ પ્રગટ વેદાય છે. જેને અનંત–
ગુણની શુદ્ધતા પોતાની પર્યાયમાં ન દેખાય તેણે ચૈતન્યસત્તાનો સ્વીકાર જ
કર્યો નથી. ચૈતન્યસત્તાની વિદ્યમાનતામાં તો અનંતગુણની શુદ્ધતા સત્પણે
‘ભાવ’ રૂપ હોય. ચૈતન્યદરિયામાં અનંતગુણની શુદ્ધતાના તરંગ ઊછળે છે.
* ચૈતન્યના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે ચૈતન્યભાવરૂપ છે, સૂક્ષ્મ છે; ને રાગાદિ
ભાવો તો સ્થૂળ છે, ચૈતન્યભાવથી જુદી જાતના છે. ચૈતન્યભાવને જ્યાં રાગ
સાથેય સંબંધ નથી ત્યાં પર સાથે સંબંધ કેવો?
* શાંતિના સમુદ્ર એવા ચૈતન્યતત્ત્વને જ્યાં સ્વીકાર્યું ત્યાં ધર્માત્માને સદાય
શાંતિના હીલોળા જ છે...દેહ છૂટે તોપણ શાંતિના હિલોળે આત્મા ઝૂલે છે.
સોનાના મંદિર ઉપર હીરાનો કળશ
* અહા! આવા આત્મતત્ત્વના અનુભવસહિત તેનું ઘોલન કરતાં કરતાં
અમૃતચંદ્રસ્વામીએ આ અદ્ભુત ‘આત્મખ્યાતિ’ રચીને શુદ્ધાત્માને કેવો
મલાવ્યો છે!! ટીકાની રચના કાળે પણ અંદર પરિણતિની શુદ્ધતા થતી જાય
છે. ચૈતન્યના અલૌકિક ભાવો આચાર્યદેવે આ ટીકામાં ખોલ્યા છે. ને તેમાંય
આ ૪૭ શક્તિથી આત્માનું વર્ણન કરીને તો સોનાના મંદિર ઉપર હીરાનો
કળશ ચડાવી દીધો છે. એના ભાવ સમજે તેને તેના મહિમાની ખબર પડે.
(એ બધું આપણા પરમાગમ–મંદિરમાં કોતરાઈ ગયું છે. ને તેના ભાવોને
આત્માના ભાવશ્રુતમાં કોતરતાં અતીન્દ્રિય આનંદ ઝરે છે. તે પરમાગમની–
પ્રતિષ્ઠાનો અપૂર્વ મહોત્સવ છે.)
“અહો, જિનવાણીની ગંભીરતાની શી વાત! ”
–એમ વીતરાગસંતોનો ને જિનવાણીનો અપાર મહિમા ગુરુદેવ