Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 53

background image
: મહા : રપ૦૦ આત્મધર્મ : ૩૯ :
વારંવાર પ્રસિદ્ધ કરે છે....તે સાંભળતાં ભક્તિરસથી શ્રોતાજનોના અંતર ઉલ્લસી
જાય છે.
* ‘ભાવ શક્તિ’ આત્માના ચૈતન્યભાવની વિદ્યમાનતા બતાવે છે; એટલે અહીં તો
હાજર માલની વાત છે, પર્યાયમાં અનંત ગુણની શુદ્ધતા વિદ્યમાન છે તેની વાત
છે. ધર્મીની પર્યાયમાં અનંતગુણની શુદ્ધતાની વિજય ધ્વજા ફરકી રહી છે; તે
કોઈથી નમે નહીં. આવી સાધકદશા તે ધર્મની જુવાનીનો અવસર છે...
જુવાનીનું ફાટફાટ વીર્ય કોઈથી દબાયા વગર મુક્તિને સાધ્યે જ છૂટકો કરે.
* જેમ સિદ્ધ ભગવંતોને રાગરૂપ પરિણમન નથી થતું તેમ સાધકને પણ સમ્યક્–
શ્રદ્ધાના પરિણમનમાં રાગપરિણમનનો અભાવ છે. એવા સમ્યક્પરિણમન વડે
જ સિદ્ધની સાચી ઓળખાણ થઈ છે. પોતામાં રાગથી ભિન્ન સમ્યક્ પરિણમન
વગર સિદ્ધની પણ સાચી ઓળખાણ થતી નથી.
* અહો, અદ્ભુત ચૈતન્યશક્તિઓ...એની વીતરાગી રમત કોઈ જુદી જાતની છે.
આચાર્યદેવ પોતે સમયસારમાં છેલ્લે કહે છે કે અહો! આત્માના સ્વભાવનો
મહિમા...અદ્ભુતથી પણ અદ્ભુત છે! અને તે સ્વભાવ અમારી સાધક પર્યાયમાં
જયવંત વર્તે છે.
જેવી સિદ્ધની શ્રદ્ધા છે–તેમાં રાગાદિ પરિણમન નથી, તેવી સમકિતી–સાધકની
શ્રદ્ધા છે તેમાં પણ રાગાદિ પરિણમન નથી. જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં–નિર્મળપરિણમન
થયું.–તે પરિણમનમાં શું થયું?–કે
અનંત ગુણ જે ‘નહોતા તે હતા’ થઈ ગયા,
અને જે રાગાદિ ‘હતા તે નહોતા’ થઈ ગયા.
આત્મામાં અનંતગુણ હોવા છતાં અજ્ઞાનીને પર્યાયમાં તે ન હતા, ને પર્યાયમાં
રાગાદિ હતા. હવે સમ્યગ્દર્શન થતાં જે શુદ્ધ પરિણમન થયું તેમાં–
જે અનંતગુણ ન હતા તે હતા થઈ ગયા;
જે રાગાદિ દોષ હતા તે ન હતા થઈ ગયા.