: ૪૦ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
અરે, આવો આત્મા પોતામાં છે, તે જેને દેખતાં ન આવડે તે સંતોના આત્માને
પણ ક્્યાંથી ઓળખી શકે?
શ્રી કુન્દકુન્દાચાર્ય તથા શ્રી અમૃતચંદ્રાચાર્ય વિકલ્પના કાળે વિકલ્પમાં વર્તતા ન
હતા, પણ શુદ્ધપરિણતિમાં વર્તતા હતા. તેઓ પૂછે છે–
હે જીવ! તું અમને કેવા માને છે?
શું અમને તું રાગ જેવા માને છે?
–તો તું અમને ઓળખતો નથી?
તને સત્ય જોતાં આવડતું નથી.
અમે અમારા શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયની સીમામાં છીએ, તેવા સ્વરૂપે તું અમને
દેખ તો જ તેં અમને ઓળખ્યા છે. અમારા શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયની સીમાથી બહાર તું
અમને ન દેખ. અમારી શુદ્ધ દ્રવ્યગુણપર્યાયની સીમાથી બહાર નીકળીને રાગમાં અમે
પરિણમતા નથી. માટે તે રાગરૂપે તું અમને ન દેખ.
અહો, આ વાત જેની પર્યાયમાં બેઠી તેની પર્યાય સંસારમાંથી ઊઠી ગઈ.
જે પર્યાયમાં સ્વભાવ બેઠો તે પર્યાયમાં હવે સંસાર રહી શકે નહિ.
* * * * *
આત્મશક્તિઓના વર્ણન વખતે વારંવાર ગુરુદેવ હૈયાના પ્રમોદથી
કહેતા હતા કે–
અહો, આત્મશક્તિઓ બતાવીને દિગંબર સંતોએ તો કમાલ કરી છે;
ચૈતન્યશક્તિનાં વહાણ દ્વારા ભવથી તારીને મોક્ષના કાંઠે લાવી દીધા છે!
આત્માની શક્તિ–
આત્માની ૪૭ શક્તિ સંબંધી હું ચિત્ર બનાવતો હતો, ત્યાં પાસે બેઠેલા એક દશ
વર્ષના બાળકે તે જોઈને કહ્યું કે તમે આ ૪૭ શક્તિ લખો છોને? મેં કહ્યું–હા! એટલે તે કહે
કે મને તે બધી શક્તિ મોઢે આવડે છે! મેં કહ્યું: તો કાગળમાં લખી આપ! અને તરત તેણે
બધી શક્તિનાં નામ લખી દીધા...જે બરાબર હતા. એ નાના છોકરાનું નામ જિનેશકુમાર
છબીલદાસ કલકત્તાવાળા: તમને આત્માની કેટલી શક્તિનાં નામ આવડે છે?