: ૪૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
દેવગુરુધર્મની છાયામાં આનંદથી
પૂરો થયેલો મહાન ઉત્સવ
અહો, જગતને ચૈતન્યહિતનો પરમ ઈષ્ટ સંદેશ દેનારા એવા જિનેન્દ્રભગવંતોનો
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ આનંદ–ઉલ્લાસથી આપણે સૌએ ઉજવ્યો. પ્રભુના
પંચકલ્યાણકનો મહોત્સવ એટલે સર્વે જીવોને માટે (શાંતિનો મહોત્સવ, શાંતિનો આ
મહોત્સવ ખરેખર અનેરી શાંતિપૂર્વક ઉજવાયો. જગત જ્યારે ભડકે બળતું હતું. ત્યારે
વીતરાગદેવની છાયામાં આવેલા ભવ્યજીવો સુવર્ણપુરીમાં અનેરી ઠંડક અનુભવતા હતા.
આપણા જિનેન્દ્રભગવંતો તો ચૈતન્યની અતીન્દ્રિય શાંતિરૂપે પરિણમેલા છે. જેમ
ઠંડકના પિંડરૂપ બરફની નજીક પણ ઠંડક લાગે છે તેમ અતીન્દ્રિય શાંતિના પિંડલા એવા
દેવ–ગુરુની નીકટતામાં આપણે પણ એવી ઠંડક અનુભવીએ છીએ. અહો, મહા ભાગ્ય છે
કે જગતમાં શ્રેષ્ઠ એવા જિન ભગવાન આપણને મળ્યા, ને એ ભગવાનનો માર્ગ શ્રી
ગુરુદેવે આપણા માટે ખુલ્લો કર્યો. આવો રે આવો! જગતના બધા જીવોને માટે આ
મંગલ–માર્ગ ખુલ્લો છે.
અહો કુંદકુંદપ્રભુ ભગવાન! કહાનગુરુ દ્વારા આપનું શાસન આજે પરાકાષ્ટાએ
પહોંચી રહ્યું છે. અસંકુચિતપણે વિકસી રહેલું આપનું શાસન જોતાં અમને મહાન આનંદ
થાય છે, ને વિદેહધામની એ મંગલવાત યાદ આવે છે કે ‘આ રાજકુમારના જીવ
ભરતક્ષેત્રમાં જશે ને કુંદકુંદાચાર્યના શાસનની મહાન પ્રભાવના કરશે. ’
ફાગણ સુદ ૧૩....એટલે અષ્ટાહ્નિકાનો શાશ્વત મંગલ દિવસ! વહેલી સવારમાં
પાવાપુરીમાં બિરાજમાન વર્ધમાનતીર્થંકરના દર્શન કર્યા....સંસારદશામાં પ્રભુના આ
છેલ્લા દર્શન હતા...થોડી જ વારમાં પ્રભુ દેહાતીત એવા સિદ્ધપદને પામ્યા. ઈન્દ્રોએ
મોક્ષકલ્યાણક ઉજવ્યો.
અહો! જિનેન્દ્રભગવંતોના પંચકલ્યાણક પૂર્ણ થયા. ભગવંતોના કલ્યાણકારી
ધર્મચક્રથી સર્વત્ર શાંતિ પ્રસરી. જગતના મહાન કોલાહલની વચ્ચેય સોનગઢમાં
જિનભગવંતોના ચરણમાં પરમ શાંતિ વર્તતી હતી.