Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 69

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૫ :
૨૦. અરે, જાતિસ્મરણજ્ઞાન થતાં પણ શ્રેયાંસકુમારે અસંખ્ય વર્ષ પહેલાંંની વાત
જાણી લીધી કે આ જીવ સાથે મારે પૂર્વ આવો સંબંધ હતો. શરીરાદિ સંયોગો
પલટી જવા છતાં જ્ઞાનની તાકાતવડે જાણી લીધું કે પૂર્વે જે વજ્રજંઘ રાજા
હતા, તે જ જીવ ઋષભદેવ છે. બહારમાં કોઈ નિશાની ન હતી છતાં જ્ઞાનના
સામર્થ્યથી તે જાણી લીધું. એક પરસન્મુખ–પરોક્ષ મતિજ્ઞાનમાં જાતિસ્મરણની
પણ આટલી તાકાત! તો ઈંદ્રિયોથી પાર, પ્રત્યક્ષ–સ્વસન્મુખ અતીન્દ્રિય
સ્વસંવેદનજ્ઞાનની અગાધ તાકાતની તો શી વાત? અંદરમાં ઊતરેલું એ જ્ઞાન
પોતાના પરમાત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરે છે.–તે જ્ઞાન મોક્ષના દરવાજા ખોલી
નાંખે છે.
૨૧. સ્વસંવેદન–પ્રત્યક્ષમાં પોતાના સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યાયોને આત્મા જાણે છે,–
આખા આત્માને સ્વજ્ઞેયપણે જાણે છે. અરે, આવા સ્વજ્ઞેયને જાણવાનું કામ જે
ન કરે, ને રાગના કામમાં અટકી જાય તે જ્ઞાન આત્માને ક્્યાંથી સાધે? ને
તેને સાચું જ્ઞાન કોણ કહે? સાચું જ્ઞાન તો તેને કહેવાય કે જે રાગથી ભિન્ન
એવા શુદ્ધ જ્ઞાનમય આત્માને સ્વજ્ઞેયપણે પ્રસિદ્ધ કરે.
૨૨. શ્રેયાંસકુમારે ઋષભમુનિરાજને આહારદાન દેવાનો શુભભાવ કર્યો તેને લોકો
દેખે છે, પણ તે દાનના શુભરાગ વખતે તેમનામાં જે રાગથી પાર આત્માને
અનુભવનારું અતીન્દ્રિયજ્ઞાન વર્તતું હતું તે જ્ઞાનની અગાધ તાકાતને જ્ઞાની જ
ઓળખે છે. દાનના શુભભાવને કારણે કંઈ તે મોક્ષ નથી પામ્યા, પણ તે
વખતે રાગથી ભિન્ન જ્ઞાનવડે અતીન્દ્રિય આત્માને પકડીને તેના પ્રતાપે જ
તેઓ મોક્ષ પામ્યા છે.
૨૩. જ્ઞાનને નહિ ઓળખનારા અજ્ઞાની જીવો બહારની ક્રિયાને કે શુભરાગને
વળગીને તેને જ મોક્ષનું કારણ માની બેઠા છે, ને અંદરના સત્ય જ્ઞાનનો
(એટલે કે જે સાચો મોક્ષમાર્ગ છે તેનો) નિષેધ કરી રહ્યા છે. એવા જીવો
ઉપર જ્ઞાનીને કરુણા આવે છે; તેથી જ્ઞાનમય સાચો મોક્ષમાર્ગ જ્ઞાનીઓએ
પ્રસિદ્ધ કર્યો છે. અહો, આવા માર્ગમાં તો અતીન્દ્રિય આનંદના તરંગ ઊછળે
છે.
૨૪. અહા, ચૈતન્યરસના આનંદ–નિધાનની શી વાત? જગતના પુણ્યની અનંતી
વખાર ભરીને આપે તોપણ જેની કિંમત ન થઈ શકે–અરે? જેની ઝાંઈ પણ ન
આવી શકે, એવું અગાધ મહિમાવંત આ ચૈતન્યરત્ન છે. હા, સ્વતત્ત્વ તરફ