: વૈશાખ: ૨૫૦૦ આત્મધર્મ : ૭ :
૩૧. રાગની રમત છોડીને તારે આનંદની રમત રમવી હોય તો તું આત્માને
જ્ઞાનસ્વરૂપે જાણીને અનુભવમાં લે. બાપુ! તારા આનંદના મારગડા રાગથી જુદા
છે; જગતથી જુદા તારા આનંદના મારગ છે. અનંત આનંદનો સમુદ્ર અંદર છે
તેમાંથી આનંદનો ધોધ બહાર (અનુભવમાં) આવે. એનું નામ સમ્યગ્દર્શન અને
ધર્મ છે.
૩૨. સમયસાર એટલે આત્માની વાર્તા! આત્માનું જેવું સ્વરૂપ છે તેવું આ સમયસાર
બતાવે છે. જેમ ‘સાકર’ શબ્દ સાકર–વસ્તુને બતાવે છે, પણ સાકર વસ્તુ તો તે
વસ્તુમાં છે, ‘સાકર’ એવા શબ્દમાં તે વસ્તુ નથી; તેમ આત્મવસ્તુને બતાવનાર
આ સમયસાર છે; પણ આત્મવસ્તુ તો પોતાના જ્ઞાનસ્વરૂપમાં છે, ‘સમયસાર’
ના શબ્દોમાં તે વસ્તુ નથી, સમયસાર તો તેનું વાચક છે વાચ્ય વસ્તુ આત્મા તો
અંદર પોતાના અંતરમાં છે.
૩૩. આવા જ્ઞાનસ્વરૂપ આત્માની સેવા કેમ કરવી, આરાધના કેમ કરવી, તેનો આ
ઉપદેશ છે. જ્ઞાનરૂપ થઈને જ્ઞાનસ્વરૂપ આત્માની સેવા થાય છે, રાગવડે
જ્ઞાનસ્વરૂપ આત્માની ઉપાસના–સેવા થતી નથી.–આમ શ્રીગુરુએ કહ્યું.
૩૪. હવે જિજ્ઞાસુ શિષ્ય એટલું તો સમજ્યો કે શ્રીગુરુ મને દેહ અને રાગથી પાર
એવા જ્ઞાનની સેવા કરવાનું કહે છે; રાગની કે પરની સેવા વડે કલ્યાણ થવાનું
શ્રીગુરુ કહેતા નથી.
૩૫. આટલું લક્ષમાં લઈને, હવે જ્ઞાનની સેવાનો ઉત્સુક થયેલો શિષ્ય પૂછે છે કે
પ્રભો! આપે જ્ઞાનની સેવા કરવાનું કહ્યું, પરંતુ આત્મા તો સદાય જ્ઞાનસ્વરૂપ છે
જ! પોતે જ જ્ઞાનસ્વરૂપ છે, પછી જ્ઞાનની સેવા કરવાનું ક્્યાં રહ્યું? નિત્ય
જ્ઞાનસ્વરૂપને તે સેવે જ છે; જ્ઞાનથી આત્મા જુદો તો નથી.–તો પછી જ્ઞાનની
સેવાનો ઉપદેશ શા માટે કહો છો?
૩૬. જિજ્ઞાસુ શિષ્યના આવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! જોકે
આત્મા નિત્ય જ્ઞાનસ્વરૂપ છે,–પણ તેના જ્ઞાનવગર તે જ્ઞાનને એકક્ષણ પણ
સેવતો નથી, રાગાદિને જ પોતાપણે સેવે છે. જ્ઞાનની સેવા તો ત્યારે થાય કે
જ્યારે જ્ઞાનસ્વરૂપ આત્માને રાગથી ભિન્ન જાણીને પોતે તેવી જ્ઞાનપર્યાયરૂપે
પરિણમે. શ્રીગુરુના ઉપદેશપૂર્વક ભેદજ્ઞાન કરીને જીવ જ્ઞાનને સેવે છે. અથવા