Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 69

background image
: ૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
સાચું જીવન જીવવાની રીત
ઉપયોગ જીવનું જીવન છે
(પૂ. શ્રી કાનજીસ્વામીના પ્રવચનોમાંથી)
* * * *
આત્માનો સ્વભાવ સદા શુદ્ધ ચેતનાલક્ષણરૂપ છે; તે ચેતનાને જ શુદ્ધધર્મ
ભગવાને કહ્યો છે. તેમાં રાગરૂપ ભાવકર્મ નથી, તેમ જ જડકર્મ પણ નથી. આ રીતે
કર્મથી વિમુક્ત ચેતનાસ્વરૂપે આત્માને ચેતવો–અનુભવવો તે જ શુદ્ધ ધર્મ છે.
શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જોતાં બધા આત્મા સદા શુદ્ધ ચેતનાલક્ષણસંપન્ન છે. આવા
આત્માના અનુભવરૂપ ચેતનાધર્મ તે મોક્ષમાર્ગ છે.
રાગાદિ વિકલ્પમાં ચેતના નથી, ને ચેતનામાં રાગાદિ નથી. રાગાદિ તે કાંઈ
આત્માનું સ્વલક્ષણ નથી. રાગ વગરનો આત્મઅનુભવ સંભવે છે પણ ચેતના વગરનો
આત્મઅનુભવ અસંભવ છે.
–આ રીતે સ્પષ્ટ ભેદજ્ઞાન કરીને, રાગથી જુદી પરિણમતી જે જ્ઞાનચેતના તેના
વડે આત્મા લક્ષમાં આવે છે, ને તે ચેતના જ આત્માનું લક્ષણ છે. આવા સ્વધર્મરૂપ
લક્ષણ વડે આત્મા લક્ષિત થાય છે–એમ જિનશાસનમાં સર્વજ્ઞદેવે કહ્યું છે.
સર્વજ્ઞ–જ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ છે;
તે કેમ પુદ્ગલ થઈ શકે કે ‘મારું આ’ તું કહે અરે!
(સમયસાર ગા. ૨૪)
ઉપયોગલક્ષણ વડે અંદરમાં શરીરથી વિલક્ષણ તારા આત્માને શોધ,
ચૈતન્યભાવમાં કેલિ કરતું તારું સત્ત્વ દેખીને તને મહા આનંદ થશે.
ચેતના તે આત્માનો અસલી સ્વભાવભૂત ધર્મ છે. રત્નત્રયધર્મનું લક્ષણ પણ