Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 69

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૭ :
ચેતના જ છે; ચેતનાના અનુભવમાં રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ સમાય છે. મુક્તિ તે સર્વ
કર્મથી તેમ જ સર્વ રાગથી રહિત ચૈતન્યદશા છે, તે મુક્તિનો ઉપાય પણ શુભાશુભરાગ
વગરનો તેમ જ જડકર્મના સંબંધ વગરનો એવો શુદ્ધ ચૈતન્યભાવ છે.
શુદ્ધનયથી આત્માનો સ્વભાવ સર્વકર્મથી વિમુક્ત ઉપયોગસ્વરૂપ છે, તેને
ઓળખીને તેમાં એકાગ્ર થતાં શુદ્ધ સમ્યગ્જ્ઞાન–દર્શન–ચારિત્ર પ્રગટ્યા તે મોક્ષમાર્ગ છે.
તેને શુદ્ધચેતના પણ કહેવાય છે. આવો ધર્મ તે કર્મથી છૂટવાનો માર્ગ છે. આવી
શુદ્ધાત્માની ઉપાસનાનું અલૌકિક વર્ણન સમયસારમાં છે. અહો, સમયસારમાં તો બહુ
ગંભીરતા છે.
મોક્ષના માર્ગરૂપ જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે ત્રણેય શુદ્ધચેતનારૂપ છે,
રાગરૂપ નથી કે દેહની ક્રિયારૂપ નથી. આવા રત્નત્રય શુદ્ધચેતના તે આત્માનો ધર્મ છે,
આત્માનો સ્વભાવ છે. ‘ચેતના’ ને રત્નત્રયનું લક્ષણ કહ્યું છે પણ રાગને લક્ષણ નથી
કહ્યું; રાગનો તો તેમાં અભાવ છે, એટલે રત્નત્રયમાં ક્્યાંય રાગ ન આવે; રત્નત્રય
રાગ વગરનાં છે. અને તે જ મોક્ષનું સાધન છે. આવા રાગ વગરનાં રત્નત્રય તે જ
મહાવીરપ્રભુનો વીતરાગમાર્ગ છે; તે માર્ગે મોક્ષ પમાય છે.
જુઓ, મોક્ષમાર્ગમાં રત્નત્રયને રાગ વગરનાં લીધા છે, ને તેને ચેતનાનો ધર્મ
કહ્યો છે. વ્યવહાર રત્નત્રયમાં જે રાગનો ભાગ છે તે કાંઈ ચેતનાનો ધર્મ નથી. રાગ તે
આત્માનો સ્વભાવ નથી પણ બંધનો સ્વભાવ છે, તે તો કર્મ બાંધનાર છે, તે કાંઈ
જીવને કર્મથી છોડાવનાર નથી. અને ચેતનારૂપ રત્નત્રયધર્મ તો કર્મથી વિવર્જિત છે,
પૂજા–દાન વગેરેના શુભરાગને ભગવાને લૌકિકધર્મ કહ્યો છે પણ મોક્ષના કારણરૂપ
પરમાર્થધર્મ તે નથી; પરમાર્થધર્મ તો રાગ વગરનો છે. આવા રાગ વગરના રત્નત્રયની
આરાધના તે મહાવીરપ્રભુનો માર્ગ છે. તે જૈનશાસન છે.
જૈનશાસનમાં ત્રણેકાળે ધર્મનું આવું સ્વરૂપ ઓળખવું. ભરતમાં ઐરવતમાં કે
વિદેહક્ષેત્રમાં સદાય આવો ચેતનાલક્ષણરૂપ આત્મધર્મ છે. તેમાં રત્નત્રય સમાય છે ને તે
જ મોક્ષમાર્ગ છે. આવા માર્ગને ઓળખીને ચેતનાના અનુભવની નિરંતર ભાવના કરવા
જેવી છે. તે જ અહિંસાધર્મનો મૂળ પાયો છે.
ઉપયોગ એ જ આત્માનું જીવન છે.
ઉપયોગસ્વરૂપની અનુભૂતિ એ જ સાચું જીવન છે.
આયુકર્મ વગર જીવી શકાય?–હા.