Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 48 of 69

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૩૩ :
૬૬. આહા! ચૈતન્યપદ એકવાર જેણે અંદરમાં દેખ્યું તેનું ચિત્ત જગતમાં બીજી
કોઈ વસ્તુમાં કે કોઈ પરભાવમાં લાગતું નથી. ચૈતન્યની સુંદરતા પાસે
રાગાદિભાવો તો તદ્ન શોભા વગરના અપદરૂપ છે; શુદ્ધ ચૈતન્યપદમાં તેનો
પ્રવેશ નથી.
૬૭. અહો, ચૈતન્યની સુંદરતા જાણે તેને રાગનો પ્રેમ કેમ રહે? ક્્યાં રાગ, ને
ક્્યાં વીતરાગતા? ચૈતન્યતત્ત્વ તો રાગ વગરનું શુદ્ધ છે, ને રાગ તો અશુદ્ધ
છે. બાપુ! રાગના વેદનથી તો તું અનાદિથી દુઃખી થયો; એકવાર રાગ
વગરના ચૈતન્યનો સ્વાદ તો તું ચાખ! ચૈતન્યના સ્વાદની મીઠાસ પાસે
રાગનો રસ ઊડી જશે; રાગ તો તદ્ન નીરસ લાગશે.
૬૮. તારું પદ તો આનંદનું ધામ છે, આનંદના ધામમાં રાગના કલેશ હોય નહીં.
રાગના પદમાં તારું પદ નથી, ને તારા ચૈતન્યપદમાં રાગ નથી. રાગ તો
અપદ છે–અપદ છે.
૬૯. રાગ પોતે તો અંધકાર છે, ચૈતન્યપ્રકાશ તેમાં નથી; રાગથી ભિન્ન એવા
ચૈતન્યપદને અનુભવમાં લેતાં આનંદ સહિત જે જ્ઞાનબીજ ઊગી તે હવે
પાછી ફર્યા વગર વધીને પૂર્ણિમારૂપ થશે એટલે કે કેવળજ્ઞાન થશે.–
આત્મામાં આવી ભેદજ્ઞાનબીજ ઉગાડવી તે અપૂર્વ મંગળ છે.
(વૈશાખ સુદ ત્રીજની સાંજે ગુરુદેવ ભાવનગરથી સોનગઢ પધાર્યા. અહા,
અધ્યાત્મની શાંતિના મધુર તરંગ ઉલ્લસવા લાગ્યા...વહાલા વિદેહીનાથને
દેખીને ચિત્ત શાંત અને પ્રસન્ન થયું. સવારે મુંબઈ બપોરે ભાવનગર ને
સાંજે સોનગઢ,–આવા ઝડપી પ્રવાસથી થાકીને હવે સોનગઢ આવતાં
નીરાંત થઈ. ગુરુદેવ ઘણીવાર કહે છે કે સોનગઢ બહાર આવા પ્રવાસમાં
હવે આપણું કામ નહીં. ખરેખર, પરમ નિવૃત્તિમય જીવનમાં
અધ્યાત્મતત્ત્વની ઊંડી ભાવનાઓ ઓર ખીલી ઊઠે છે.)
૭૦. અરે બાપુ! રાગના વેદનમાં તું દુઃખી છો; રાગથી ભિન્ન ચૈતન્યને જાણીને
એનાં નિર્વિકલ્પરસ પીને! સ્વસન્મુખ થઈને આત્માનું વેદન કરતાં તારી
પર્યાયમાં આનંદના દરિયાની ભરતી આવશે...તારા ભવ–દુઃખ છૂટી જશે ને