Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 69

background image
: ૩૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
અપૂર્વ મોક્ષસુખનો તને સ્વાદ આવશે. અંદર આનંદનો દરિયો ભર્યો છે,
તેની સન્મુખ થઈને તેને પર્યાયમાં ઉલ્લસાવ.
૭૧. (મોક્ષપ્રાભૃત : ગા. ૧૫૮) અજ્ઞાની (સાંખ્યમતી વગેરે) એકાંત ધ્રુવવસ્તુ
માને છે, ને જાણવાની ક્રિયા, પરિણમન વગેરેને માનતા નથી. આત્મામાં
એકાંતનિત્યપણું જ છે ને અનિત્યપણું નથી–એમ અજ્ઞાની લોકો માને છે.
પણ ચૈતન્યતત્ત્વ નિત્ય–અનિત્ય સ્વરૂપ છે, તે ચેતનસ્વભાવે પરિણમીને
જાણવાની ક્રિયા કરનાર છે. જો જાણવાની ક્રિયા ન કરે તો આત્મા જડ થઈ
જાય. જાણવાની ક્રિયા જેનામાં હોય તે જ ચેતન છે. જાણવારૂપ
પરિણમવાની ક્રિયા (અનિત્યતા) અચેતનમાં જે માને છે તે તો ચેતનને
અચેતન માને છે ને અચેતનને ચેતન માને છે. આ એકલા સાંખ્યની વાત
નથી, પણ જેનો આવો અભિપ્રાય છે તેઓ બધા અજ્ઞાની છે.
૭૨. આત્માને વળી પર્યાય હોય? આત્મામાં અનિત્યપણું હોય? એમ અજ્ઞાની
શંકા કરે છે. ભાઈ, જ્ઞાનપર્યાય વગરનો આત્મા હોય નહીં, આત્મા અને
તેની પર્યાય જુદા નથી. અનિત્યપર્યાય પણ આત્માનો એક સ્વભાવ છે.
ચેતનની ક્રિયારૂપ જે અનિત્યપર્યાય છે તે કાંઈ જડપ્રકૃતિનો ધર્મ નથી, તે
તો ચેતન આત્માનો ધર્મ છે.–આવા આત્માને જાણે તે મોક્ષને પામે. મોક્ષ
પણ પર્યાય છે. પર્યાયને જ ન માને તેને મોક્ષ કેવો?
૭૩. જે ચેતનને ચેતન જાણે, ને અચેતનને અચેતન જાણે, ચેતનના ગુણ–
પર્યાયોને ચેતનમાં માને, જડના ગુણ–પર્યાયોને જડમાં માને, તે જ્ઞાની છે;
ને તે જડ–ચેતનને ભિન્ન જાણતો થકો, પર્યાયને પોતાના ચેતનસ્વભાવમાં
એકાગ્ર કરીને મોક્ષને સાધે છે; બીજા જીવો મોક્ષને સાધતા નથી.
૭૪. આત્મામાં પર્યાય હોય જ નહિ–એમ નથી; અથવા પર્યાય તે ઉપાધિ છે–
એમ પણ નથી. શુદ્ધ પર્યાય તો આત્માનું સ્વરૂપ છે, ને તે તો સિદ્ધ
ભગવાનનેય હોય છે. પર્યાયમાં રાગાદિ અશુદ્ધભાવો તે ઉપાધિ છે, ને તેનો
નાશ થઈ શકે છે; તેનો નાશ થવા છતાં આત્મા તેના વગર પણ જીવી શકે
છે. પણ પોતાની શુદ્ધપર્યાય વગરનો આત્મા હોય નહિ.
૭૫. જ્ઞાની તો પોતાની જ્ઞાનપર્યાયને જ્ઞાનમાં જ એકાગ્ર કરીને, આનંદનો
અનુભવ