Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 69

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૩૫ :
કરતો કરતો મોક્ષ પામે છે, એટલે સમ્યગ્જ્ઞાન અને વીતરાગચારિત્ર વડે જ મોક્ષ
પમાય છે, ચારિત્ર વગર કોઈ જીવો મોક્ષ પામતા નથી.
૭૬. શુદ્ધોપયોગમાં લીનતારૂપ તપ તે મોક્ષનું ઉત્કૃષ્ટ સાધન છે. તીર્થંકર ભગવંતો તે
ભવે સિદ્ધપદ પામે છે–તે વાત ધ્રુવપણે નિશ્ચિત છે, તેઓ મતિ–શ્રુતઅવધિજ્ઞાન
સહિત છે તોપણ ચારિત્રદશા પ્રગટ કરીને જ્યારે ચૈતન્યતત્ત્વમાં લીન થાય છે
ત્યારે જ મોક્ષ પામે છે. ચારિત્રદશા વગર એકલા જ્ઞાનથી તીર્થંકરો પણ મોક્ષ
પામતા નથી. આ રીતે મોક્ષનું કારણ સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર છે.
૭૭. હે જીવ! તું પ્રતિકૂળતા વચ્ચે પ્રયત્નવડે આત્માની ભાવના ભાવજે. ચૈતન્યની
શાંતિના વેદન પાસે બહારની સગવડતામાં ધર્મીને જરાય સુખ ભાસતું નથી,
એટલે સગવડ ટળીને પ્રતિકૂળતા આવે તોપણ આત્માની શાંતિ છૂટતી નથી;
જ્ઞાનભાવના તેને અનુકૂળતા કે પ્રતિકૂળતા વખતે હાજર જ રહે છે, એટલે
અનુકૂળતામાં તે મુર્છાતા નથી ને પ્રતિકૂળતાથી તે મુંઝાતા નથી.
૭૮. અહો, ચૈતન્યની ભાવનામાં જે સુખ છે તે સુખ બહારની કોઈ સગવડમાં નથી.
માટે બહારના પરિષહ પણ આનંદથી સહન કરીને તું તારી જ્ઞાનભાવનામાં દ્રઢ
રહેજે. દેહમાં પીડા થવાનો પ્રસંગ આવે, યોગ્ય આહાર–પાણી ન મળે, દેહમાં
બળતરાનો પાર ન હોય, બહારમાં નિંદાને અપમાન થતા હોય એવા ટાણે પણ
પ્રયત્ન વડે તું તારી જ્ઞાનભાવનામાં મસ્ત રહેજે; એકલી વાત કરીને અટકીશ
નહિ, જ્ઞાનને આત્માની પર્યાયમાં એવું પરિણમાવી દેજે કે કોઈ પણ પ્રસંગમાં તે
છૂટે નહીં, ને ગમે તેવી પ્રતિકૂળતામાં પણ વ્યાકુળતા થાય નહીં.
૭૯. અહા, ચૈતન્યતત્ત્વની ભાવનામાં જે શાંતિ છે તેની શી વાત! એમાં બહારની
પ્રતિકૂળતા કે અનુકૂળતા શું કરે? આવા ચૈતન્યતત્ત્વને ભાવનાર જીવ જગત
પ્રત્યેઃઉદાસીન હોય છે. આવા પરાક્રમી જીવો અંદરના ઉગ્ર ધ્યાન વડે સુખના
અનુભવપૂર્વક મોક્ષને સાધે છે. માટે મુમુક્ષુઓને તીવ્ર પ્રયત્નપૂર્વક આત્મભાવના
કરવાનો ઉપદેશ છે.
૮૦. સમયસાર ૧૪ મા કળશમાં કહ્યું કે આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે