Atmadharma magazine - Ank 368
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 37

background image
: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
આત્મસ્વભાવ તો આનંદના સ્વાદવાળો છે
અશુભ કે શુભ સર્વે રાગક્રિયાઓ આત્મસ્વભાવથી વિપરીત છે,
તેમાં આનંદનો સ્વાદ નથી, પણ દુઃખનો સ્વાદ છે.
[વીર સં. વૈશાખ વદ ૮ મોક્ષપ્રાભૃત ગા. ૯૯ થી ૧૦૪ તથા કળશ ટીકા: ૩૪]
* જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તેનું સંવેદન મોક્ષનું સાધન છે; ને રાગની શુભાશુભ–
ક્રિયાઓ તેનાથી વિપરીત છે, તે બંધનું કારણ છે.
* જેટલી રાગક્રિયાઓ છે તે બધીયે આત્મસ્વભાવથી વિપરીત છે, તે મોક્ષનું કારણ
કેમ થાય?
* આત્મસ્વભાવથી પ્રતિકૂળ એવી તે રાગક્રિયાઓની જેને રુચિ હોય, તેને જે
મોક્ષનું સાધન માનતો હોય, તેને વૈરાગ્ય ક્્યાંથી હોય? તે તો રાગક્રિયામાં જ
લીન છે. તે જીવ ગમે તેટલી શુભરાગની ક્રિયાઓ કરે પણ મોક્ષના સાધનનું
સેવન તેને જરાપણ નથી.
* અહા, જ્ઞાનમય આત્મસ્વભાવ, તેના આનંદનો સ્વાદ જેને આવે તેને રાગની
રુચિ રહે નહિ. આનંદમય જ્ઞાનસ્વભાવ, તેને રાગની અપેક્ષા જરાય નથી;
જ્ઞાનસ્વરૂપ આત્મા તો રાગ વગર જ જીવનારો છે.
* અરે બાપુ! તારા આત્મસ્વભાવના આનંદનો સ્વાદ જેમાં ન આવે એવી
બાહ્યક્રિયાઓથી કે રાગથી તને શું લાભ છે? તેમાં મોક્ષનું સાધન કે આત્માની
શાંતિ તો જરીયે નથી.
* તું વ્રત–ઉપવાસ ગમે તેટલા કર, પણ તારી ચેતના રાગથી ભિન્ન પડીને
શાંતભાવરૂપે ન પરિણમે તો તને શું ફાયદો થયો? તને તો રાગનું ફળ મળ્‌યું
એટલે દુઃખ મળ્‌યું ને સંસાર ફળ્‌યો; મોક્ષસુખ તો તને ન મળ્‌યું.