અજ્ઞાની રાગાદિરૂપે જ પોતાનેઅનુભવતો થકો તેનો કર્તા થાય છે.
જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામમાં આવો જે મોટો ભેદ છે
અશુદ્ધભાવોનું કર્તૃત્વ છોડીને, શુદ્ધ જ્ઞાનપરિણમન વડે મોક્ષમાર્ગને
સાધે છે. આ વાત સમયસારના કળશ ૯૫–૯૬–૯૭ માં આચાર્યદેવે
સુંદર રીતે સમજાવી છે. તેનાં પ્રવચન આપ અહીં વાંચશો. (–સં.)
નથી; જ્ઞાનસ્વરૂપ આત્મા કર્તા ને વિકલ્પ તેનું કર્મ–એમ અશુદ્ધ રાગાદિભાવો સાથે
અજ્ઞાનીને કર્તાકર્મપણું છે. જેને રાગથી ભિન્ન ચૈતન્યભાવનું ભાન નથી, વેદન નથી, ને
ચૈતન્યથી વિરુદ્ધ રાગાદિ અશુદ્ધભાવોરૂપે પોતાને અનુભવે છે, તે જીવને અશુદ્ધભાવોનું
કર્તાપણું છે. એટલે મિથ્યાદ્રષ્ટિ જીવ જ તે રાગાદિ અશુદ્ધતાનો કર્તા છે, જ્ઞાનભાવમાં
રાગાદિનું કર્તાપણું નથી; અને તે મિથ્યાદ્રષ્ટિનો જે અશુદ્ધભાવ છે તે જ તેનું કર્મ છે,
બીજું કોઈ (–શરીરાદિની જડક્રિયા વગેરે) તેનું કર્મ નથી. આ કર્તા–કર્મની મર્યાદા છે.
જડ સાથે તો કર્તાકર્મપણું કોઈ જીવને નથી. અજ્ઞાનીને પોતાના અશુદ્ધભાવ સાથે
કર્તાકર્મપણું છે; ને સમ્યક્ અનુભવ થતાં ધર્મીને તે અશુદ્ધતાનું કર્તાકર્મપણું છૂટી જાય છે.
આમ ટૂંકામાં બધી વાત આચાર્યદેવે સમજાવી દીધી છે.