પોતાપણે છે ને રાગ તેમાં નથી,–આમ રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપને જે નથી જાણતો, ને
રાગાદિભાવોને ચૈતન્યસ્વરૂપમાં મેળવે છે,–એવા સવિકલ્પ જીવને (એટલે કે વિકલ્પરૂપે
જ આત્માને અનુભવનાર મિથ્યાદ્રષ્ટિ જીવને) અશુદ્ધભાવનું કર્તાકર્મપણું સદાય રહે છે,
કદી મટતું નથી. જીવ પોતાના માનીને જે ભાવરૂપે પરિણમ્યો તે ભાવનો કર્તા તે અવશ્ય
થાય છે. અજ્ઞાનથી થતું આ કર્તાકર્મપણું ક્્યારે મટે? કે જ્ઞાનના અનુભવથી સમ્યક્ત્વ
પ્રગટ થાય ત્યારે તેમાં અશુદ્ધભાવોનું કર્તાપણું રહેતું નથી. જ્ઞાનભાવમાં રાગાદિ
અશુદ્ધતાનું કર્તાપણું કેમ હોય?
કર્તાપણું પણ છૂટી જાય છે.
પરના જ્ઞાન વગરનો જડસ્વભાવી છે; ને ભગવાન આત્મા કર્મના સંબંધ વગરનો, શાંત,
પવિત્ર, આકુળતા વગરનો, ને સ્વ–પરને જાણનાર છે.–આમ બંનેની અત્યંત ભિન્નતા
છે. અહો, ચૈતન્યની જાત રાગથી સર્વથા જુદી બતાવીને અમૃતચંદ્રાચાર્યદેવે અમૃત
પીરસ્યાં છે. આવું ભેદજ્ઞાન કરે ત્યારે જ વિકલ્પનું કર્તૃત્વ છૂટે ને નિર્વિકલ્પ શાંત
ચૈતન્યરસ અનુભવમાં આવે. તેના જ્ઞાનભાવમાં વિકલ્પના કોઈ અંશનું કર્તૃત્વ રહે નહીં.
રાગથી જે રહિત છે તેને રાગથી સહિત માનવો તે મિથ્યાત્વ છે; અને રાગમાં જ્ઞાન
નથી, જ્ઞાનમાં રાગ નથી–એમ જુદા જાણીને ભેદજ્ઞાન કરનાર જ્ઞાની પોતાને જ્ઞાનપણે
અનુભવે છે, તે રાગને પોતાના સ્વરૂપે અનુભવતો નથી, એટલે તેનો તે કર્તા
થતો નથી.