Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 49

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૭ :
[અનુસંધાન પુષ્ઠ ૪ થી]
તથા પૂ. બહેનશ્રીબેનની વિશિષ્ટ ગુરુભક્તિ સૌને અતિ પ્રમુદિત કરતાં હતાં.
ત્યાર બાદ આશ્રમના સ્વાધ્યાયભવનમાં સમસ્ત મુમુક્ષુમંડળ પૂ. બહેનશ્રીનાં
દર્શન કરવા આવ્યું હતું. આ પ્રસંગે મુમુક્ષુ ભાઈઓએ સર્વપ્રથમ પૂજ્ય બહેનશ્રીને
આત્માર્થબોધક કંઈક મંગળ વચનો સંભળાવવા પ્રાર્થના કરી હતી. પૂજ્ય ગુરુદેવની
મંગળ વાણીમાં બધું આવી જાય છે–એમ કહીને પૂ. બહેનશ્રીએ જ્ઞાયકની મહત્તા, તેના
સિવાય અન્ય સર્વની તુચ્છતા તથા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધનાનો મહિમા
વગેરે અસરકારક સચોટ રીતે વ્યક્ત કરતા થોડા આત્મસ્પર્શી શબ્દો ઉચ્ચાર્યા હતા.
દર્શનનો આ શુભ પ્રસંગ પણ ભક્તિગીતો તથા જયકારના ગગનચુંબી મધુરા નાદોથી
વાતાવરણને ભરી દેતો હતો. પોતાની અનન્ય ધર્મમાતા પ્રત્યે સર્વસ્વાર્પણ–ભાવપ્રેરીત
હાવભાવથી વ્યક્ત થતાં બ્રહ્મચારી બહેનોનાં શ્રદ્ધા–ભક્તિ–ઉલ્લાસ ઉત્સવની
ધર્મપ્રભાવકતામાં વિશેષ અભિવૃદ્ધિ કરતાં હતાં.
આ શુભોત્સવની ખુશાલીમાં શ્રાવણ વદ બીજના રોજ–પૂ. બહેનશ્રીના મંગલ
જન્મદિને–જામનગરનિવાસી શ્રી છબલબેન ફૂલચંદ તંબોળી તરફથી ‘સાધર્મીવાત્સલ્ય’
હતું. આ હીરક જયંતી–મહોત્સવની ખુશાલીમાં આજે શ્રી સવિતાબેન વ્રજલાલ ડેલીવાળા
તરફથી દરેક વર્ષે પૂજ્ય બહેનશ્રીના જન્મદિને ‘સાધર્મીવાત્સલ્ય’ રાખવાનું હર્ષોલ્લાસ
સાથ જાહેર કરવામાં આવ્યું હતું. આ મંગલ મહોત્સવના હર્ષોપલક્ષ્યમાં શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ–સંસ્થા તરફથી આખા ગામમાં ઘર દીઠ પાંચ–પાંચ પેંડાની લહાણી
કરવામાં આવી હતી.
રાત્રે મહિલા–મુમુક્ષુસમાજમાં પૂજ્ય બહેનશ્રીનું અધ્યાત્મરસઝરતું આત્મસ્પર્શી
વાંચન થયું હતું. ત્યાર બાદ પૂજ્ય બહેન શાન્તાબેનના વાંચન પછી બ્રહ્મચારી બહેનો
વગેરે દ્વારા પ્રસ્તુત પ્રસંગદ્યોતક માંગલિક ભક્તિગીતો ઈત્યાદિપૂર્વક આજનો આ
આનંદકારી હીરક જન્મજયંતી–મહોત્સવ સાનંદ પૂર્ણતાને પામ્યો હતો.
આ રીતે આત્માર્થી ભક્તજનોને આહ્લાદકારી એવો આ મંગલમય હીરક
જયંતી–ઉત્સવ સુવર્ણપુરીમાં જયજયકારપૂર્વક ઉજવાઈ ગયો.