: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૯ :
અજ્ઞાનથી ઈષ્ટ લાગે છે. જ્ઞાનીને પોતાનો આત્મરસ જ પરમ ઈષ્ટ લાગ્યો છે,
એના સિવાય બીજું કાંઈ તેને ઈષ્ટ નથી.
* હે ભાઈ, આત્માના અનુભવ પહેલાંં પણ અંતરમાં ‘જ્ઞાનના વિચાર વડે’ તેને
શોધ. જ્ઞાન વડે તેને શોધવાના પ્રયત્ન વડે પણ આત્માનો રસ વધતો જશે ને
રાગનો રસ છૂટતો જશે–એ રીતે અંતરમાં શોધતાં તને જરૂર રાગથી ભિન્ન
આત્માનો અનુભવ થશે.
* જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ આત્મા, કે જે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ એવો વિશ્વનાથ
છે, હે જીવ! તેનો તું વિશ્વાસ કર. પોતાના વિશ્વનાથનો વિશ્વાસ કરતાં એની
અંદરથી કોઈ અપૂર્વ આનંદની અનુભૂતિ સહિત જે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટે છે તે
જ્ઞાન જ મોક્ષનું સાધક છે. વિશ્વનાથના વિશ્વાસ વગરનું બીજું બહારનું ગમે
તેટલું જાણપણું હોય તે મોક્ષને સાધવામાં કામ નથી આવતું, એટલે તે તો બધુંય
અજ્ઞાન છે.
* આત્મઅનુભવી સંતો જગતને જગાડે છે કે હે જીવો! સંસાર તો તમે જોયો–એ
તો જોઈ લીધો,–એમાં કાંઈ જોવા જેવું નથી, પણ અંતરમાં આનંદમય
ચૈતન્યતત્ત્વ છે તે જોવા જેવું છે. એકત્વ–વિભક્ત આત્મા, જગતમાં મહા સુંદર
છે, તે જોવા જેવો છે.–જેને જોતાં મહાન આનંદ થાય છે, એવા આત્મપ્રભુ તારા
અંતરમાં બિરાજે છે. ખરેખરી જોવા જેવી વસ્તુ તો તારો આત્મા છે. તેની સમીપ
જઈને–તેમાં તન્મય થઈને જ્યાં સુધી તેને તું જોતો નથી, ને બહારના પદાર્થોને
જ જુએ છે ત્યાંસુધી તને સમ્યક્ત્વાદિ સુખ કે મોક્ષનો માર્ગ હાથમાં નહીં આવે.
અહા, અંતરમાં બિરાજમાન ચૈતન્યપ્રભુ, તેમાં તન્મય થઈને તેને જોતાં અપૂર્વ
આનંદમય મોક્ષમાર્ગ હાથમાં આવે છે, ને જગતના પદાર્થોનું આશ્ચર્ય રહેતું નથી.
* રાગથી ભિન્ન જ્ઞાનનો સ્વાદ જેને અનુભવમાં નથી આવતો, તેને મોક્ષના હેતુરૂપ
ધર્મની ખબર નથી; રાગનું વેદન તો દુઃખરૂપ છે, ને તેનું ફળ તો બાહ્યસામગ્રી
છે, તેથી શુભરાગને જે ઈચ્છે છે,–તેને સારો માને છે, તે જીવ સંસાર–ભોગને જ
ઈચ્છે છે. મોક્ષ તો જ્ઞાનમય છે, તેની આરાધના જ્ઞાનવડે થાય છે. આવા જ્ઞાનનું
વેદન કરવું તેનું નામ ઉત્તમ શીલ છે; ને તે શીલ મોક્ષનું કારણ છે. આવું શીલ
આત્માને મહાન આનંદદાયક છે; તેમાં પરસંગ નથી, આત્મા પોતાના એકત્વમાં
શોભે છે.
* રાગનું વેદન તે કુશીલ છે; તેમાં પરસંગ છે, ને તેનું ફળ દુઃખ છે. અહો, ચૈતન્ય–