Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 49

background image
: ર૦ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
સ્વભાવના આશ્રયે રાગવગરનો મોક્ષમાર્ગ શોભે છે. આવા મોક્ષમાર્ગમાં
આવેલો જીવ ચૈતન્યસન્મુખ થઈને આનંદનું વેદન કરતો કરતો મોક્ષને સાધે છે.
અહો, વીરનો માર્ગ તો નિર્વાણસુખ આપનારો છે.
* હે જીવ! અંતર્મુખ થઈને ચૈતન્યસ્વરૂપની અનુભૂતિ કરતાં તારા આત્મામાં
સમ્યકત્વ, અતીન્દ્રિય આનંદ વગેરે અનંતગુણની શાંતિના ઝરણાં ઝરશે.
અનાદિકાળનો તારો દુષ્કાળ મટી જશે, ને રત્નત્રયના લીલાછમ અંકુરથી તારા
આત્માનો બગીચો ખીલી ઊઠશે.
* અહા, આવું સરસ ચૈતન્યતત્ત્વ, પોતાના જ અંતરમાં બિરાજમાન હોવા છતાં
તેને જે નથી દેખતો, તે બહારમાં બીજું ભલે દેખતો હોય તોપણ અંધ છે. ભાઈ,
જગતના અસાર બાહ્ય પદાર્થોને તેં જોયા પણ સારભૂત તારા આત્મતત્ત્વને તેં
અંતરમાં ન દેખ્યું તો, જ્ઞાની કહે છે કે તું અંધ છો. અરે, આંખવાળા માણસને
કોઈ આંધળો કહે તો તે શરમની વાત છે...તેમ તું જ્ઞાનચક્ષુવાળો આત્મા, પોતે
પોતાને દેખવામાં આંધળો રહે–એ તો શરમની વાત છે. અરે જીવ! જ્ઞાનને
પામીને તું તારા આત્માને જરૂર જાણ.
* અરેરે જીવો! રાગના માર્ગમાં તમને શું મજા આવે છે! રાગના માર્ગમાં ન
છે...આ ચૈતન્યતત્ત્વ તરફ આવો...ચૈતન્યભાવમાં જે મજા છે તેવી મજા જગતમાં
બીજે ક્્યાંય નથી.
* ધર્માત્મા જીવની જેટલી પરિણતિ રાગથી વિરક્ત છે તેટલું શીલ છે, ને તે મોક્ષનું
કારણ છે. નરકના સંયોગની વચ્ચે રહેલા જીવને પણ જે સમ્યગ્દર્શનાદિ ભાવો છે
તે તો વીતરાગી છે, તે વીતરાગી ભાવની શાંતિનાં વેદન પાસે નરકનું દુઃખ પણ
ઓછું થઈ જાય છે.
* સમ્યગ્દર્શન પોતે અતીન્દ્રિયભાવ છે; તેના ફળમાં પૂર્ણ અતીન્દ્રિયજ્ઞાન ને
સુખરૂપ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અતીન્દ્રિયભાવની શરૂઆત ચોથા
ગુણસ્થાનથી થઈ જાય છે.
* ધર્મી જાણે છે કે–
મારા ચૈતન્યસ્વરૂપ આત્માના શુદ્ધ દ્રવ્્ય, શુદ્ધ ગુણ ને શુદ્ધપર્યાય–તે મારું
સ્વ છે. મારા શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયમાં હું વસનારો છું, તેનો જ હું સ્વામી છું ને
તે મારું સ્વ છે. રાગાદિ અશુદ્ધતામાં હું તન્મય નથી, તેનો હું સ્વામી નથી, તે મારું