: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ર૧ :
સ્વ નથી.–આમ ધર્મી શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયમાં તન્મય પોતાને અનુભવે છે. તેની
અનુભૂતિમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ પણ નથી. આવી આત્મઅનુભૂતિ તે
મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે આવી અનુભૂતિમાં સમાય છે.
* હે જીવ, અનંતકાળથી સંસારની ચારગતિમાં ભમતાં જેવું સુખ તું ક્યાંય નથી
પામ્યો, તેવું અદ્ભુત સુખ ચૈતન્યની અનુભૂતિમાં તને પ્રત્યક્ષ વેદનમાં આવશે,
કેમકે આત્મા અદ્ભુત સુખનો નિધાન છે.
* ભાઈ, તું ચૈતન્યસત્તા છો; જેટલા ચૈતન્યપર્યાયો છે તેનાથી ભિન્ન આત્મસત્તા
નથી, એક જ સત્ત્વ છે. પર્યાયના ભેદનો વિકલ્પ છૂટી જતાં, પર્યાયો કાંઈ
આત્માથી જુદી નથી પડી જતી; અનુભૂતિસ્વરૂપ આત્મામાં દ્રવ્ય–ગુણ–પર્યાયના
ભેદ મટીને ત્રણેથી અભેદ એવું જ્ઞાયકસ્વરૂપ પ્રસિદ્ધ થાય છે. ભેદો જેમાં
સમાયેલા હોવા છતાં જે અભેદપણે અનુભવાય છે એવું અદ્ભુત અનેકાંતસ્વરૂપ
મારું તત્ત્વ છે,–એમ ધર્મીજીવ સ્વતત્ત્વને શુદ્ધદ્રષ્ટિમાં લ્યે છે.
* ઉપસર્ગ પ્રતિકૂળ અને અનુકૂળ બંને પ્રકારનાં હોય છે; જેમ પ્રતિકૂળતા વચ્ચે
જ્ઞાનીનું જ્ઞાન ઘેરાતું નથી, તેમ અનુકૂળતા વચ્ચે જ્ઞાનીનું જ્ઞાન લલચાતું નથી.
આ રીતે અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં જ્ઞાનીનું જ્ઞાન પોતાના સ્વધ્યેયને વળગી
રહે છે ને તેમાં જ બુદ્ધિને પ્રેરે છે, તે જ પરમ ધીરતા છે...સ્વ–ધ્યેય પ્રત્યે બુદ્ધિને
જોડવી તે જ સાચું ધૈર્ય છે. કોઈ પ્રસંગે જ્ઞાનીની બુદ્ધિ સ્વધ્યેયથી ડગતી નથી;
એવા ધીર જ્ઞાની મોક્ષને સાધે છે.
* અહો, જિનમાર્ગી સંતો રત્નત્રયના ખીલેલાં આનંદમય પુષ્પોથી શોભે છે, ને
જગતને ઉપકાર કરે છે, જેમ ઉત્તમ વૃક્ષ સ્વયં પત્ર–પુષ્પથી પલ્લવિત શોભે છે ને
તેની શીતળછાયામાં આવેલા જીવોને પણ છાયો આપીને તે પરોપકાર કરે છે; તેમ
ચૈતન્યસાધક મુનિ તે ધર્મનું મધુરું વૃક્ષ છે, તે પોતે તો આનંદમય રત્નત્રયપુષ્પો
વડે પલ્લવિત થઈને શોભે છે, તેમજ તેમની વીતરાગી છાયા લેનારા ભવ્યજીવોને
પણ શાંતિનો માર્ગ બતાવીને પરોપકાર કરે છે. ધન્ય તે મુનિવરા!
જેમ ઝાડ કોઈ જાતના ભેદભાવ વગર બધાને છાયો જ આપે છે, પાપી
હો કે ધર્મી હો, બધાયને રાગ–દ્વેષ વગર તે છાયો જ આપે છે, તેમ જ્ઞાની–સંતો
નિસ્પૃહપણે સર્વે જીવોને વીતરાગી શાંતિનું જ નિમિત્ત થાય છે, બધાયને
ચૈતન્યના હિતનો માર્ગ દેખાડે છે.