Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 45

background image
: ૮ : આત્મધર્મ : દ્વિ ભાદ્ર : ૨૫૦૦
અરે, ત્રણકષાયનો અભાવ થઈને ઉપશમરસ જેમને વર્તે છે એવા
મુનિભગવંતોને પણ સંજ્વલનનો જરાક શુભરાગ રહી જાય ત્યાં સુધી તેમને મોક્ષકાર્ય
થતું નથી; મોક્ષના કિનારે તો આવી ગયા છે પણ સંજ્વલન–રાગ સાક્ષાત્ મોક્ષકાર્ય
થવા દેતો નથી. અરે જીવ! ધર્મરૂપે પરિણમેલા મુનિ–મહાત્માનો શુભરાગ પણ મોક્ષને
રોકનાર છે, તો બીજા રાગની તો શી વાત? રાગમાત્ર મોક્ષથી વિરુદ્ધ કાર્ય કરનાર છે, તે
મોક્ષનું સાધન થનાર નથી. રાગને જે મોક્ષનું સાધન માને છે તે તો મોક્ષમાર્ગથી સર્વથા
વિરુદ્ધ વર્તે છે; અને રાગને જે મોક્ષનું સાધન નથી માનતા, રાગ વગરની
ધર્મપરિણતિરૂપે જે પરિણમ્યા છે એવા ધર્મપરિણત–જીવને પણ જેટલો શુભરાગ છે તે
તો મોક્ષથી વિરુદ્ધકાર્ય કરનારો જ છે.–મોક્ષ અને બંધના કારણોનું આવું સ્વરૂપ ઓળખે
તેને ભેદજ્ઞાન થાય, ને મોક્ષમાર્ગ પ્રગટે.
–તે જાણે છે કે મારા સમ્યક્ત્વાદિ ચૈતન્યભાવનો કોઈ અંશ રાગમાં નથી, ને
રાગ મારા શુદ્ધચૈતન્યભાવમાં નથી. ભેદજ્ઞાનના બળે શુદ્ધપરિણતિરૂપ ધર્મ તો જ્ઞાનીને
નિરંતર વર્તે છે, એટલો તો રાગ તેને થતો જ નથી.
અરે, આવા વીતરાગધર્મને ઓળખાણમાં તો લે. એને ઓળખતાંય તને
આત્મામાંથી મોક્ષસુખનો નમૂનો આવી જશે. જેણે મોક્ષસુખનો સ્વાદ ચાખ્યો તે જીવ
દુઃખદાહરૂપ રાગના કોઈ અંશને ઉપાદેય સમજે નહિ...તે તો આનંદરસનો અનુભવ
વધારતો વધારતો મોક્ષને સાધે છે...એવા આત્મામાં સદાય મંગલ ઉત્સવ છે.
* મીઠી–મધુરી વાણી *
ભગવાનની વાણી કેવી છે? કે મધુર છે...પરમાર્થરસિક જીવોના
મનને હરનારી છે...ભગવાનની વાણીમાં ચૈતન્યનો મહિમા ઝળકી રહ્યો
છે, તે સાંભળતાં જ પરમાર્થરસિક જીવો મુગ્ધ બની જાય છે: વાહ પ્રભુ!
તારી વાણી અલૌકિક ચૈતન્યને પ્રકાશનારી છે. ચૈતન્યના નિર્વિકલ્પ
આનંદનો સ્વાદ ચખાડનારી આપની વાણી, તેની મધુરતાની શી વાત!
એની મીઠાશની શી વાત! એ વાણીનો નાદ એક વાર પણ જેણે
સાંભળ્‌યો તેનું મન હરાઈ જાય છે, એટલે ચૈતન્ય સિવાય બીજા કોઈ
પદાર્થમાં એનું મન લાગતું નથી.