: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૯ :
પ્રવચનસર
વીતરાગચારિત્રના ફળસ્વરૂપ અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયસુખ
–તેના દિવ્ય મહિમાની મંગલ વીણા
ભગવાનની દિવ્યવાણીરૂપ જે પ્રવચન, તેનો સાર શું? તે આ પ્રવચનસારમાં
કુંદકુંદાચાર્યદેવે બતાવ્યું છે; અને અમૃતચંદ્રાચાર્યદેવે તત્ત્વપ્રદીપિકા નામની ટીકા રચી છે–
જે દીપકની માફક તત્ત્વોનું સ્વરૂપ પ્રકાશે છે. તેઓ ટીકાના મંગલાચરણમાં જ્ઞાનાનંદ–
સ્વરૂપ ઉત્કૃષ્ટ આત્માને નમસ્કાર કરે છે. તે આત્મા કેવો છે? કે સ્વાનુભવપ્રસિદ્ધ છે.
આવા સ્વાનુભવ–પ્રસિદ્ધ પરમાત્માને ઓળખીને તેને જે નમસ્કાર કરે છે તેને પોતામાં
પણ પોતાનો આત્મા સ્વાનુભવ–પ્રસિદ્ધ થાય છે.
બધાય આત્મા ઉત્કૃષ્ટ જ્ઞાન–આનંદસ્વરૂપ છે; તેને ઓળખીને સ્વાનુભવ કરતાં
તે પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે. અહો, જ્ઞાનઆનંદ જેને પૂર્ણ પ્રગટી ગયા છે એવા ઉત્કૃષ્ટ
સિદ્ધપરમાત્મા, તે સર્વે પરમાગમના સારરૂપ છે. જિનવાણીરૂપ પ્રવચન, તેનો સાર એ
છે કે સ્વાનુભવ વડે આત્મપ્રસિદ્ધિ કરીને સિદ્ધદશા પ્રગટ કરવી.
પંચપરમેષ્ઠી મંગલસ્વરૂપ છે. શાસ્ત્રકાર અને ટીકાકાર બંને આચાર્ય ભગવંતો
પોતે પણ પરમેષ્ઠીસ્વરૂપ છે. પણ હજી પૂર્ણદશારૂપ સર્વજ્ઞપદ નથી પ્રગટ્યું તેથી પૂર્ણ–
દશારૂપ પરમાત્માને નમસ્કાર કરે છે.
અનેકાન્ત–પ્રકાશ જયવંત હો
બીજા શ્લોકમાં આચાર્યદેવે અનેકાન્તમય જ્ઞાનની સ્તુતિ કરી છે. અનેકાન્તમય
તેજ–પ્રકાશ મોહઅંધકારને નષ્ટ કરે છે, ને સ્વ–પર પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રકાશે છે.
આવું આનંદમય અનેકાન્ત જ્ઞાન–તેને નમસ્કાર હો. ભગવાને કહેલાં શાસ્ત્રો અનેકાન્ત
સ્વરૂપના પ્રકાશક છે તે જયવંત છે. ને અનેકાન્તસ્વરૂપ આત્માને પ્રકાશનારા ભાવશ્રુત–
જ્ઞાનરૂપ અનેકાન્તપ્રકાશ, તે પણ સાધકપણામાં સદા જયવંત વર્ત છે, એટલે તે ભાવ–
શ્રુત વચ્ચે ભંગ પડ્યા વગર કેવળજ્ઞાનને સાધશે. અનેકાન્તમય જ્ઞાનપ્રકાશ જગતના
સ્વરૂપને પ્રકાશે છે અને મોહ–અંધકારને નષ્ટ કરે છે.–તેને સદા જયવંત કહીને સ્તુતિ
કરી.