Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 53

background image
: ૧૨ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
તેથી ઉદાહરણમાં સામે પણ જેમને અંશમાત્ર રાગ કે મોહ નથી એવા સર્વજ્ઞ અરિહંતદેવ
લીધા છે; બીજા છદ્મસ્થ–રાગવાળા જીવની વાત નથી લીધી. રાગી જીવોની પર્યાયમાં
રાગ દેખીને અજ્ઞાનીને જ્ઞાન અને રાગની ભિન્નતા ઓળખાતી નથી; પણ જ્યાં
અરિહંતના આત્માને જાણે ત્યાં રાગ વગરનું શુદ્ધ ચેતનરૂપ જીવતત્ત્વ કેવું છે તે તેના
લક્ષમાં આવી જાય છે ને રાગમાં ક્્યાંય એકત્વબુદ્ધિ રહેતી નથી; ત્યાં અજ્ઞાનનો નાશ
થઈને ભેદજ્ઞાન ને સમ્યક્ત્વ થઈ જાય છે.
અરિહંતને ઓળખતાં રાગ વગરનું ચૈતન્યસ્વરૂપ કેવું છે તે લક્ષમાં લઈને
મુમુક્ષુજીવ પોતાના આત્માનો પણ તેવો જ સ્વભાવ નક્કી કરી લ્યે છે. અહા,
ચેતનસ્વભાવ આત્મામાં સર્વત્ર પ્રસરેલો છે, દ્રવ્ય ચેતન, ગુણ, ચેતન, પર્યાય ચેતન,
એકલા ચૈતન્યભાવનો પિંડ આત્મા, તેમાં ક્્યાંય રાગ ન સમાય. આવા પોતાના
સ્વરૂપને લક્ષગત કરે ત્યાં નિર્વિકલ્પ અનુભૂતિસ્વરૂપ સમ્યગ્દર્શન થઈ જાય છે.
પહેલાંં જ્ઞાનમાં અરિહંતના આત્માનું સ્વરૂપ વિચારે છે, ને પોતાના આત્મા સાથે
તેની મેળવણી કરે છે, ત્યાં સુધી જો કે હજી તે જ્ઞાન સાથે ભેદ–વિકલ્પ પણ છે, પણ
ત્યારેય જ્ઞાન તો વિકલ્પ વગરના ચેતનસ્વરૂપને નક્કી કરે છે, એટલે તરત જ તે જ્ઞાન,
પોતાના ચૈતન્યસ્વભાવની સમ્મુખ થઈને તેનો સમ્યક્ અનુભવ કરે છે, ત્યાં પરલક્ષનો
કે દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદનો વિકલ્પ રહેતો નથી. અજ્ઞાનીને તો અરિહંતના આત્માની
પણ સાચી ઓળખાણ નથી. જીવ જ્યાં અરિહંતના આત્માનું સ્વરૂપ જાણે ત્યાં પોતાના
આત્માનું સ્વરૂપ પણ પરમાર્થે તેવું જ છે–એમ પણ તે જાણે છે, એટલે તેને રાગવગરની
ચૈતન્યસત્તાનો સ્વીકાર થઈ જાય છે.
અરે, અરિહંતને ‘કેવળજ્ઞાન’ છે,–એમ કેવળજ્ઞાનના સદ્ભાવનો’ જ્ઞાનમાં
સ્વીકાર કરવા જાય ત્યાં તો ‘રાગના અભાવનો સ્વીકાર થઈ જાય છે, જ્ઞાન રાગથી જુદું
પડીને જ્ઞાનસ્વભાવમાં તન્મય થઈ જાય છે. કેવળજ્ઞાન કહો કે આત્માનો જ્ઞાનસ્વભાવ
કહો, તેના નિર્ણયમાં તો વીતરાગભાવનો અતીન્દ્રિય પુરુષાર્થ છે. રાગવડે કે
ઈન્દ્રિયજ્ઞાનવડે કેવળજ્ઞાનનો નિર્ણય કદી થઈ શકતો નથી. શુભરાગને કે ઈન્દ્રિયોને જે
જ્ઞાનનું સાધન માને છે તેને પણ કેવળજ્ઞાનનો નિશ્ચય થઈ શકતો નથી; કેવળજ્ઞાનમાં
રાગ કેવો? ને ઈન્દ્રિયની સહાય કેવી? એવા જ્ઞાનનું સ્વરૂપ નક્કી કરતાં, પોતાના
આત્માનું જ્ઞાનસ્વરૂપ પણ તેવું જ, રાગ ને ઈન્દ્રિયો વગરનું છે એમ જીવને
શુદ્ધચૈતન્યતત્ત્વ અનુભવમાં આવી