Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 53

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૧૩ :
જાય છે; ત્યાં મોહનો નાશ થઈને સમ્યગ્દર્શન થાય છે...મોક્ષના દરવાજા ઊઘડી જાય છે.
વાહ રે વાહ! અરિહંતોનો માર્ગ!!
અરિહંતોનો માર્ગ તે મોહના નાશનો માર્ગ છે એટલે આત્માના મહાન આનંદની
પ્રાપ્તિનો તે માર્ગ છે. અરિહંતના માર્ગને જે અનુસરે તેને આત્માનો આનંદ મળે જ,
એટલે સમ્યગ્દર્શનાદિ થાય જ.
વાહ, આચાર્યદેવે અરિહંતનો નમૂનો બતાવીને આત્માનું શુદ્ધસ્વરૂપ એકદમ
સ્પષ્ટ બતાવી દીધું છે. મોહના નાશ માટે અરિહંતોને સાથે રાખ્યા છે...અહો, અરિહંતો!
તમારા જેવા જ ચેતનસ્વરૂપ મારો આત્મા છે; મારા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને હું જ્યાં
ચેતનસ્વરૂપે જ દેખું છું ત્યાં હવે મોહને મારામાં રહેવાનું કોઈ સ્થાન જ ન રહ્યું; ચેતન–
ભાવના આશ્રયે મોહ કેમ રહી શકે? એટલે ચેતનભાવરૂપે પોતાના આત્માને
અનુભવમાં લેતાં જ મોહ નિરાશ્રય થઈને નાશ પામે છે; કેમકે મોહને રહેવાનો આશ્રય
તો મિથ્યાત્વ અને રાગ–દ્વેષ હતા, પણ કાંઈ ચેતનભાવ તેનો આશ્રય નથી.
ચેતનભાવમાં તો વીતરાગતા ને પરમ આનંદ છે, તેમાં મોહ રહી શકતો નથી. જુઓ,
સમ્યગ્દર્શન થાય ત્યાં આવો આત્મા સ્પષ્ટ વેદનમાં આવી જાય છે.
અરિહંત કહો કે એકલું જ્ઞાનતત્ત્વ કહો, તે પરિસ્પષ્ટ છે, સોળવલા (સો ટચના)
સોના જેવું શુદ્ધ છે, પૂર્ણ છે, તેમાં રાગાદિ કોઈ પરભાવની ભેળસેળ નથી.–આવું શુદ્ધ
જ્ઞાનતત્ત્વ જાણતાં આત્માના પરિપૂર્ણ શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. ‘અર્હંત’ એટલે
પૂજ્ય; આત્માનું આવું શુદ્ધજ્ઞાનસ્વરૂપ છે તે પૂજ્ય છે, અર્હંતના સ્વરૂપમાં અને તેના
સ્વરૂપમાં કાંઈ ફેર નથી.
જુઓ, આ મહાવીર ભગવાનનો માર્ગ! મહાવીર ભગવાનને સર્વજ્ઞસ્વરૂપે જે
ખરેખર ઓળખે તેને તો શુદ્ધ આત્માની ઓળખાણ થઈને ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન
થઈ જાય છે. જેણે આવી દશા પ્રગટ કરી તેણે પોતાના આત્મામાં મોક્ષનો મંગલ ઉત્સવ
ઊજવ્યો; સાચો નિર્વાણ–મહોત્સવ તેણે મહા આનંદપૂર્વક શરૂ કર્યો.
જે જાણતો મહાવીરને ચેતનમયી શુદ્ધભાવથી;
તે જાણતો નિજાત્મને સમકિત લ્યે આનંદથી.
અરે જીવ! તારા જૈન–પરમેશ્વરને લક્ષમાં તો લે! અહો, જૈનપરમેશ્વર તારા
અરિહંત–પરમાત્મા દેવ! એના મહિમાની શી વાત કરવી? જ્યાં અક્ષય–અમાપ પૂર્ણ