ચૈતન્યભાવ પરિપૂર્ણ પરિણમી રહ્યો છે.–આવા મોટા ભગવાનને સ્વીકારનારું તારું જ્ઞાન
પણ કેવડું મોટું છે?–એ જ્ઞાન પણ રાગથી છૂટું પડીને અતીન્દ્રિય થઈ જાય છે, ને
સર્વજ્ઞસ્વભાવને પોતામાં સ્વીકારી લ્યે છે. એ જ્ઞાન તો અરિહંતોની પંક્તિમાં બેઠું,
રાગથી છૂટું પડીને મોક્ષના મારગમાં ચાલવા માંડ્યું.
ગઈ; એને હવે અનંત ભવની વાત કેવી? અનંતભવ હોવાની શંકા જેને વર્તે છે તેના
જ્ઞાનમાં સર્વજ્ઞ બેઠા નથી; તેના જ્ઞાનમાં (–એટલે કે અજ્ઞાનમાં) તો ભવ બેઠા છે,
ભવવગરના મોક્ષસ્વરૂપ ભગવાન તેના જ્ઞાનમાં આવ્યા નથી.–અહો, આમાં તો
અંતર્મુખદ્રષ્ટિની ઘણી ગંભીરતા છે.
ગાથા ૮૦ માં) તે ભૂતાર્થસ્વભાવ કેવો છે તે અરિહંતદેવના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે: જેમ
અરિહંતભગવાન સર્વપ્રકારે એટલે કે દ્રવ્યથી ગુણથી ને પર્યાયથી શુદ્ધચેતનરૂપ છે, તેમાં
ક્્યાંય રાગનો સંબંધ નથી; તેમ મારા આત્મામાં પણ ચેતનપણે નિત્ય ટકતું જે
અન્વયપણું છે તે દ્રવ્ય છે, ચૈતન્ય એવું જે મારું વિશેષણ છે તે ગુણ છે, ને
ચૈતન્યપ્રવાહમાં ક્ષણે ક્ષણે થતી જુદીજુદી ચેતનપરિણતિ તે મારી પર્યાય છે; આમ દ્રવ્ય –
ગુણ–પર્યાય ત્રણેય એક ચૈતન્યભાવરૂપ જ છે. આ રીતે ત્રણેને એક ચૈતન્યસ્વભાવમાં
જ સમાડીને, ભેદ વગરના અભેદ આત્માને દ્રષ્ટિમાં લેવો તે ભૂતાર્થદ્રષ્ટિ છે, ને તે જ
સમ્યગ્દર્શન છે. સમયસારની ૧૧ મી ગાથા કે પ્રવચનસારની ૮૦ મી ગાથા,–બંનેમાં
સમ્યગ્દર્શનનો મૂળભૂત ઉપાય એક જ બતાવ્યો છે, બંને ગાથા એક કુંદકુંદસ્વામીની જ
લખેલી છે, ને બંનેના ટીકાકાર પણ એક અમૃતચંદ્રસ્વામી જ છે; આચાર્યભગવંતોએ
સમ્યગ્દર્શનના ગંભીર રહસ્યો ખુલ્લા કરીને સમજાવ્યા છે; બધાનું તાત્પર્ય એક જ છે.
અભેદરૂપ એક આત્માને દ્રષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન છે.–આનું જ નામ ભૂતાર્થનો આશ્રય