: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૧૭ :
મોહના ક્ષયનો ઉપાય
જિનવાણીનો સમ્યક્અભ્યાસ મોહને તોડવા માટેનું બ્રહ્માસ્ત્ર છે.
ભાવજ્ઞાનવડે જિનવાણીની ઉપાસના કરતાં મુમુક્ષુના અંતરમાં
આનંદની ધારા ઉલ્લસે છે...ને મોહનો નાશ થાય છે.
જિનવાણીનો પરમ મહિમા બતાવીને, મુમુક્ષુજીવને તે
જિનવાણીના સમ્યક્અભ્યાસદ્વારા આત્મપ્રાપ્તિનું શૌર્ય જગાડનારાં
આ પ્રવચનો વાંચતાં, જિજ્ઞાસુજીવો આનંદસહિત આત્મ–પ્રયત્નમાં
ઉલ્લસિત થશે. (પ્રવચનસાર ગાથા ૮૬ થી ૯૦ નાં પ્રવચનોનો સાર
અહીં આપ્યો છે.) મુમુક્ષુજીવ ‘સહૃદય’ છે એટલે દ્રવ્યશ્રુતના
અભ્યાસવડે જ્ઞાનીસંતોના હૃદયના તળીયાને સ્પર્શીને તેમના
ભાવોને જાણી લ્યે છે. શબ્દોમાં નથી રોકાતો પણ જ્ઞાનીના હૃદયમાં
પહોંચી જાય છે, ત્યાં તેને આનંદની શાંતધારા ઉલ્લસે છે.
–આ માટે અંદર આત્માની લગન લાગવી જોઈએ.
શાસ્ત્રાભ્યાસનો હેતુ કાંઈ શાસ્ત્ર સામે જોઈને બેસી રહેવાનો નથી
પણ શાસ્ત્રમાં જેવો કહ્યો તેવો પોતાનો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા
લક્ષમાં લઈને તેનું સ્વસંવેદન કરવું તે મુમુક્ષુનો હેતુ છે, ને એવું
ચૈતન્ય–સંવેદન થતું જાય તે જ સમ્યક્ શાસ્ત્રાભ્યાસછે. તેના ફળમાં
આનંદની પ્રાપ્તિ ને મોહનો નાશ થાય છે. મુમુક્ષુને શાસ્ત્રઅભ્યાસમાં
વિકલ્પ ગૌણ છે ને જ્ઞાન મુખ્ય છે; તે જ્ઞાન આત્માના સ્વભાવને
અનુસરીને વિકલ્પથી જુદું કામ કરે છે.
શાસ્ત્રોવડે પ્રત્યક્ષ આદિથી જાણતો જે અર્થને,
તસુ મોહ પામે નાશ નિશ્ચય; શાસ્ત્ર સમધ્યયનીય છે. (૮૬)