Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 53

background image
: ૧૮ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
જુઓ, આ મોહના નાશનો ઉપાય! પહેલાંં ૮૦ મી ગાથામાં, અરિહંતદેવના શુદ્ધ
દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખતાં આત્માની ઓળખાણ થઈને દર્શનમોહનો ક્ષય થાય છે–
એમ કહ્યું (–જેના સુંદર પ્રવચનો આ અંકમાં જ આપે વાંચ્યા); હવે અહીં ૮૬મી
ગાથામાં પણ કહે છે કે–જિનશાસ્ત્રોના અભ્યાસવડે પ્રત્યક્ષ–પ્રમાણની મુખ્યતાપૂર્વક
પદાર્થોને જાણતાં ચોક્કસ મોહનો ક્ષય થાય છે; માટે શાસ્ત્ર સમ્યક્પ્રકારે અભ્યાસવા
યોગ્ય છે, એટલે કે શાસ્ત્રમાં કહેલા જીવાદિ તત્ત્વોનું સમ્યક્સ્વરૂપ જાણવા યોગ્ય છે.–
આ બંને (ગા. ૮૦ તથા ૮૬ નાં) કથન એકબીજાના સાપેક્ષ છે, તેમનામાં કોઈ
વિરોધ નથી.
અરિહંત–સર્વજ્ઞદેવના દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખવા જાય, ત્યાં તે અરિહંતદેવની
વાણીમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું બતાવ્યું છે–તેનું પણ ભાવશ્રુતજ્ઞાન ભેગું આવી જાય
છે. અરિહંતભગવાનના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય ચેતનમય છે એમ જાણવાનું કહ્યું,–હવે તે
જણાય કઈ રીતે? કે સર્વજ્ઞે કહેલા આગમના ભાવશ્રુતજ્ઞાનવડે જ શુદ્ધ દ્રવ્ય–ગુણ–
પર્યાયનું જ્ઞાન થાય છે. આવા ભાવશ્રુતજ્ઞાનમાં આનંદના તરંગ ઉલ્લસે છે, ને તે
જ્ઞાનની તાકાતથી મોહનો નાશ જરૂર થાય છે.
સર્વજ્ઞનું સ્વરૂપ જાણવા જાય ત્યાં તેમણે કહેલા આગમનું જ્ઞાન પણ થઈ જ જાય
છે; ને સર્વજ્ઞના આગમમાં જે કહ્યું છે તેનો સાચા ભાવથી અભ્યાસ કરતાં સર્વજ્ઞના
સ્વરૂપનું પણ જ્ઞાન તેમાં આવી જ જાય છે. આ રીતે અરિહંતદેવના દ્રવ્ય–ગુણ–પર્યાયનું
જ્ઞાન, અને આગમનું જ્ઞાન, એ બંને પરસ્પર સાપેક્ષ છે, એકની સાથે બીજું આવી જ
જાય છે.
સર્વજ્ઞદેવે કહેલાં પાંચ–પરમાગમ આપણે અહીં (સોનગઢમાં) આરસમાં તો
કોતરાઈ ગયા છે, તેના ભાવ મુમુક્ષુએ પોતાના હૃદયની જ્ઞાનશિલામાં કોતરી લેવા
જોઈએ,–તો જ તેના ભાવોનું સાચું જ્ઞાન થતાં મોહનો નાશ થઈને અપૂર્વ મોક્ષમાર્ગ
પ્રગટે. માટે આચાર્યદેવ કહે છે કે મોહના નાશને અર્થે સર્વજ્ઞની વાણીરૂપ આગમનો
અભ્યાસ કરવો; કઈ રીતે અભ્યાસ કરવો? કે ભાવશ્રુતજ્ઞાનના અવલંબનથી દ્રઢ કરેલા
સમ્યક્ પરિણામવડે અભ્યાસ કરવો; ભાવશ્રુતજ્ઞાન અંદરમાં ઢળે છે, એટલે સ્વલક્ષે જે
જિનવાણીનો અભ્યાસ કરે છે તેને તો શબ્દે–શબ્દનું જ્ઞાન કરતાં પરમઆનંદરસ ઝરે છે.
માટે સમ્યક્ પ્રકારે જિનાગમનો અભ્યાસ કર્તવ્ય છે.