: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૧૯ :
* જિનાગમાં શું કહ્યું છે? *
જુઓ, સર્વજ્ઞદેવે કહેલા આગમનો અભ્યાસ કરવાનું કહ્યું તેમાં ઘણા ભાવો ભર્યા
છે. પ્રથમ તો અભ્યાસ કરનારને સર્વજ્ઞની પ્રતીતિ છે; તે સર્વજ્ઞના કહેલા આગમનો
અભ્યાસ એટલે તે આગમમાં જે વસ્તુસ્વરૂપ કહ્યું છે તેનું જ્ઞાન; શું કહ્યું છે?
સમસ્ત જિનાગમોએ વીતરાગતાને જ તાત્પર્ય કહ્યું છે.
વીતરાગતા સ્વદ્રવ્યના જ આશ્રયે થાય છે.
સ્વદ્રવ્યનો આશ્રય તેના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન વડે જ થાય છે.
જિનશાસ્ત્રોમાં ક્્યાંય પણ રાગ–દ્વેષને તાત્પર્ય કહ્યું નથી;
પરદ્રવ્યના આશ્રયે જીવનું કલ્યાણ થવાનું કહ્યું નથી.
શ્રી જિનવાણી કહે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તેના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેય
જ્ઞાનસ્વરૂપથી રચાયેલાં છે; તેમાં રાગાદિની કે જડની ભેળસેળ નથી; આવા જ્ઞાનસ્વરૂપ
આત્માને જાણીને, શ્રદ્ધા કરીને, તેની અનુભૂતિ તે મોક્ષમાર્ગ છે. એટલે સ્વભાવ તરફ
ઢળવાનું સાચું તાત્પર્ય સમજીને જે જીવ અંતર્મુખ થાય છે તેણે જ શાસ્ત્રના સાચા
ભાવોનો અભ્યાસ કર્યો છે, ને તેનો મોહ જરૂર નષ્ટ થાય છે. પણ જો શાસ્ત્ર તરફના
શુભરાગને જ સર્વસ્વ સમજીને, તેમાં જ અટકીને ઊભો રહી જાય તો તે જીવે શાસ્ત્રના
ભાવનો અભ્યાસ નથી કર્યો, પણ પોતાના રાગનો જ અભ્યાસ કર્યો છે. શાસ્ત્રે તો એમ
કહ્યું હતું કે તું રાગથી ભિન્ન એવા તારા ચૈતન્યસ્વરૂપને દેખ, ચૈતન્યના સ્વસંવેદનવડે
પ્રત્યક્ષ જ્ઞાનથી આત્માને જાણ,–તો તારો મોહ નાશ થશે. હવે એમ કરવાને બદલે શાસ્ત્ર
તરફના રાગ–વિકલ્પમાં જ લાભ માનીને તેમાં જ જે અટકી જાય તેણે તો શાસ્ત્ર–
આજ્ઞાથી વિરુદ્ધ ક્રીડા કરી છે. જે શાસ્ત્ર–આજ્ઞાઅનુસાર વસ્તુસ્વરૂપ લક્ષમાં લઈને
ભાવશ્રુતજ્ઞાનથી સમ્યક્ ક્રીડા (ઉલ્લાસથી વારંવાર તેનું મનન) કરે તેને તો પદે–પદે
પોતાનું સ્વરૂપ રાગથી ભિન્ન, ચેતનમય ભાસે છે તથા આનંદના ફુવારા ઊછળે છે; ને
મોહનો નાશ થઈ જાય છે.
વાહ! જિનશાસ્ત્રનો અભ્યાસ કેમ કરાય? ને તેના ફળમાં તરત જ કેવો આનંદ
આવે? તે આચાર્યદેવે અહીં બતાવ્યું છે; આમાં સ્વસન્મુખ ભાવશ્રુતના અભ્યાસની
અદ્ભુત વાત છે.
ભગવાન સર્વજ્ઞદેવે જે પ્રત્યક્ષ જાણ્યું તે જ જિનાગમમાં કહ્યું છે, તેથી તે સર્વ
પ્રકારે અબાધિત છે. એવા અબાધિત પ્રમાણરૂપ જિનાગમને પ્રાપ્ત કરીને મુમુક્ષુ શું