શક્તિરૂપ સંપદા પ્રગટે છે; તે સહૃદય ભાવુક જીવના અંતરમાં આનંદના ઉદ્ભેદ
દેનારા એવા પ્રત્યક્ષ પ્રમાણવડે, તથા પ્રત્યક્ષપૂર્વકના અનુમાન–આગમાદિ પ્રમાણોવડે
સ્વ–પર સમસ્ત વસ્તુનું સ્વરૂપ જાણતાં મોહનો નાશ થાય છે. બસ, આ છે મોહના
નાશનો ઉપાય!
તેમાં એને કંટાળો કે બોજો નથી લાગતો પણ જ્ઞાનની મજા આવે છે એટલે ક્રીડા કરે છે–
એમ કહ્યું. પહેલાંં અજ્ઞાનમાં રાગની રમત કરતો, હવે જિનાગમના અભ્યાસવડે જ્ઞાનની
રમત માંડી છે; અંદરના વસ્તુસ્વરૂપને જાણવામાં શ્રુતજ્ઞાનના અનંત પડખાં દ્વારા નવા–
નવા અદ્ભુત ભાવો જાગે છે તે શ્રુતજ્ઞાનની કેલિ છે; એવી જ્ઞાનક્રીડા વડે મુમુક્ષુજીવ,
ભગવાન અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને તથા પરમાર્થે પોતાના આત્માના તેવા
સ્વરૂપને નક્કી કરે છે; તેને યથાર્થ વસ્તુસ્વરૂપ જ્ઞાનમાં આવતાંવેંત જ આનંદના સંવેદન
સહિત પ્રત્યક્ષ પ્રમાણરૂપ સમ્યગ્જ્ઞાન પ્રગટે છે; અને મોહનો નાશ થઈ જાય છે.
જિનવચન–અનુસાર વસ્તુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય ત્યાં મોહ રહી શકે જ નહિ.
ભાન થઈને, દ્રવ્યમાં ગુણ–પર્યાયને અભેદ કરીને આત્માનો અનુભવ થાય છે, ત્યાં
મોહનો નાશ થઈને સમ્યક્ત્વ થાય છે. (એ વાત ૮૦ મી ગાથામાં કરી.) એ જ રીતે
ભગવાનના આગમમાં દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ સ્વ–પર વસ્તુનું ભિન્ન ભિન્ન સ્વરૂપ જેમ
કહ્યું છે તેમ, આત્માના સ્વ–સંવેદનપ્રત્યક્ષ પ્રમાણ સહિત જાણતાં મોહનો જરૂર નાશ
થાય છે, એટલે સમ્યગ્જ્ઞાન થાય છે.–તેથી મોહના ક્ષયને અર્થે મુમુક્ષુએ ભાવશ્રુતજ્ઞાનના
અવલંબનવડે સમ્યક્ પ્રકારે જિનાગમનો અભ્યાસ કર્તવ્ય છે. (એ વાત ૮૬ મી ગાથામાં
કરી.)