કર્યું તે રીતે નહિ, પણ તેનાથી જુદી રીતે ધર્મની શરૂઆત કરવા જે તૈયાર થયો છે તે
જીવ ધર્મની શરૂઆતમાં પ્રથમ તો સમ્યગ્જ્ઞાનનો અભ્યાસ કરે છે; તેને જિનવાણીમાં
ક્રીડા કરવાથી માંડીને મોહનો ક્ષય થતાં સુધીમાં વચ્ચે શું–શું થાય છે તે બધું આચાર્યદેવે
અલૌકિક રીતે બતાવીને, અનુભવનો ઉપાય સ્પષ્ટ દેખાડયો છે. હવે તે પ્રમાણે પોતાની
અંદર પ્રયોગ કરીને પ્રયત્નવડે આત્માનો સાક્ષાત્ અનુભવ કરવો તે મુમુક્ષુનું કામ છે.
જ્યાં મુમુક્ષુએ અનુભવ કરવા માટેની ‘પ્રથમ ભૂમિકા’ માં ગમન કર્યું ત્યાં જ બીજે
બધેથી રસ છૂટીને, મારું ચૈતન્યતત્ત્વ જિનાગમમાં કેવું કહ્યું છે–તેને શોધવા માટે ભાવ–
જ્ઞાનથી જિનાગમમાં ક્રીડા કરે છે; આત્મા પ્રત્યે પરમ પ્રેમપૂર્વક અપૂર્વભાવે તેનો
અભ્યાસ કરે છે. અનાદિથી જે કર્યું તે જ કરે તેને ‘પ્રથમ’ કેમ કહેવાય? ‘પ્રથમ’ નો
અર્થ એ છે કે, અનાદિથી ચાલતી આવેલી અશુદ્ધ પરિણતિથી જુદી જાતની નવી
શરૂઆત કરે છે...જિનાગમે જેવો આત્મસ્વભાવ કહ્યો તેવો લક્ષગત કરીને જ્ઞાનને તેમાં
લઈ જાય છે; રાગવડે નહિ પણ ભાવશ્રુતજ્ઞાનની ક્રીડાવડે નવી અપૂર્વ શરૂઆત કરે છે,
–મુમુક્ષુજીવના અંતરના પ્રયત્નની આ અપૂર્વ વાત છે.
ચૈતન્યની જાતથી જુદા છે’–એમ સ્વ–પર ભાવોનું સ્પષ્ટ ભિન્નપણું તેના વેદનમાં
ભાસતું જાય છે; ભેદજ્ઞાનના અભ્યાસના વારંવાર સંસ્કારથી ઊંડે–ઊંડે ઊતરતાં જ્ઞાનમાં
જે સ્વસંવેદનરૂપ શક્તિ ખીલવા માંડી–તેને ‘વિશિષ્ટ’ કહી છે. વિશિષ્ટ એટલે સામાન્ય
જાણપણાની વાત નથી, પણ અંદરમાં આત્મા તરફ જે જ્ઞાન ઝૂકતું જાય છે, ને રાગથી
અધિક થવા માંડ્યું છે, તે વિશિષ્ટ છે. આવા વિશિષ્ટ જ્ઞાનરૂપ સ્વસંવેદનશક્તિ તે
મુમુક્ષુની સંપદા છે; રાગને સંપદા ન કીધી, પણ સ્વસન્મુખીજ્ઞાન તે સંપદા છે. આવી
જ્ઞાનસંપદા પ્રગટ કરીને...સ્વ–પર તત્ત્વોને યથાર્થસ્વરૂપે જાણે છે.–કઈ રીતે જાણે છે?
પોતાના આત્માને તો સ્વસંવેદનપ્રત્યક્ષ પ્રમાણવડે અનુભવગમ્ય કરીને જાણે છે, તે
ઉપરાંત પ્રત્યક્ષથી અવિરુદ્ધ અન્ય પ્રમાણો (જિનાગમ વગેરે) દ્વારા સમસ્ત તત્ત્વોને
યથાર્થ સ્વરૂપે જાણે છે; ત્યાં જ્ઞાનમાં કોઈ વિપરીતતા રહેતી નથી ને મોહનો ઢગલો
(–દર્શનમોહ) નષ્ટ થઈ જાય છે.