શબ્દોમાં નથી રોકાઈ જતો પણ જ્ઞાનીના હૃદયમાં પહોંચી જાય છે ને તેમણે કહેલા શુદ્ધ
જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ સમ્યક્પરિણામવડે જાણી લ્યે છે. આવું જાણતાં તે સહૃદય–
મુમુક્ષુના અંતરમાં આનંદનો ઉદ્ભેદ થાય છે, શાંતિનો ફુવારો ઊછળે છે, સમ્યગ્જ્ઞાનની
સાથે જ તેને અતીન્દ્રય આનંદની અનુભૂતિ થાય છે. તે જીવ સ્વસંવેદનપ્રત્યક્ષરૂપ
સ્વાનુભવપ્રમાણથી તો પોતાના આત્માનું સમ્યક્સ્વરૂપ જાણે છે, ને તેવા પ્રત્યક્ષપૂર્વક
પરોક્ષપ્રમાણવડે સમસ્ત તત્ત્વોને જાણે છે. પ્રત્યક્ષવગરનું એકલું પરોક્ષ તે ખરેખર
પ્રમાણ નથી.
ઉત્તર:–મુમુક્ષુનું જોર વિકલ્પ ઉપર નથી; પણ શાસ્ત્ર શું કહે છે તેના ઉપર વલણ
ચૈતન્યસ્વભાવ તરફ ઝુકી રહ્યું છે. ‘આત્મા આનંદસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, તેનો નિર્ણય
કરીને તમારી પર્યાયને તેમાં અભેદ પરિણમાવો’–એમ શાસ્ત્રોની આજ્ઞા છે, તેથી તે
શાસ્ત્રનો સમ્યક્ અભ્યાસ કરનાર મુમુક્ષુને તો અંદરમાં તેવા વાચ્યરૂપ પોતાનો
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા સ્વસંવેદનમાં આવતો જાય છે, ને મોહનો નાશ થતો જાય છે.–આ
માટે અંદર આત્માની લગની લાગવી જોઈએ. શાસ્ત્રઅભ્યાસનો હેતુ કાંઈ શબ્દો સામે
જોઈને બેસી રહેવાનો નથી, પણ શાસ્ત્રમાં જેવો કહ્યો તેવો પોતાનો જ્ઞાનાનંદસ્વરૂપ
આત્મા લક્ષમાં લઈને તેનું સ્વસંવેદન કરવું તે મુમુક્ષુનો હેતુ છે, ને એવું ચૈતન્ય–સંવેદન
થતું જાય તે જ સમ્યક્ શાસ્ત્રઅભ્યાસ છે. તેના ફળમાં આનંદની પ્રાપ્તિ ને મોહનો નાશ
જરૂર થાય છે.–આ અપેક્ષાએ શ્રુતના અભ્યાસથી નિર્જરા થવાનું પણ કહ્યું છે.
આત્માના લક્ષપૂર્વક જ્યાં શાસ્ત્રનો અભ્યાસ છે ત્યાં વિકલ્પ ગૌણ છે ને જ્ઞાન
ને જ્ઞાનરસનું ઘોલન વધતું જાય છે. સમયસારના ત્રીજા કળશમાં પણ અમૃતચંદ્રસ્વામીએ
કહ્યું છે–કે–‘આ સમયસારની વ્યાખ્યાથી જ મારા આત્માની પરમવિશુદ્ધિ થાઓ. ’ છેલ્લે