: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૨૩ :
૪૧૫ મી ગાથામાં કુંદકુંદસ્વામીએ પણ કહ્યું છે કે–
આ સમયપ્રાભૃત પઠન કરીને, અર્થ–તત્ત્વથી જાણીને,
ઠરશે અરથમાં આતમા જે સૌખ્ય ઉત્તમ તે થશે.
અહીં પણ કહે છે કે મોહનો ક્ષય કરવા માટે, ભાવજ્ઞાનના અવલંબનથી દ્રઢ
કરેલા પરિણામવડે, શબ્દબ્રહ્મની–(–જિનવાણીની) ઉપાસનાનો સમ્યક્પ્રકારે અભ્યાસ
કરવો. આ મોહના ક્ષયનો ઉપાય છે.
આત્મહિત માટે સમ્યક્પરિણામથી જિનવાણીનો અભ્યાસ કરો.
િજનવાણીનો અભ્યાસ તે મોહને તોડવા માટેનું બ્રહ્માસ્ત્ર છે.
સમ્યક્ પ્રકારે ઉપાસવામાં આવતી જિનવાણીને ‘શબ્દબ્રહ્મ’ કહેલ છે; જેમ
બ્રહ્માસ્ત્ર કદી નિષ્ફળ નથી જતું તેમ જિનવાણીરૂપ બ્રહ્માસ્ત્ર મોહને છેદવામાં કદી નિષ્ફળ
નથી જતું;– પણ આત્માનો સાચો અર્થી થઈને, સમ્યક્પરિણામથી તેનો અભ્યાસ કરવો
જોઈએ. જિનવાણી તો અરિહંત જેવું શુદ્ધ આત્મસ્વરૂપ દેખાડે છે–
જિનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ;
લક્ષ થવાને તેહનો કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. (શ્રીમદ્રાજચંદ્ર)
ભગવાન સર્વજ્ઞના આત્માને ઓળખીને, તેમના જેવા પોતાના ચેતનમય
સ્વભાવને ઓળખતાં સમ્યગ્દર્શનાદિ થાય છે; તેવા નિજપદની ઓળખાણ કરાવવા માટે
જ સમસ્ત જિન શાસ્ત્રોનું કથન છે, તેથી તેનો અભ્યાસ સુખદાયી છે, તેમાં પરમ
શાંતરસ ઝરે છે. જિનવાણીમાં પદેપદે ચૈતન્યનો શાંતરસ ઝરે છે–કેમકે આત્મામાં
શાંતરસ ભર્યો છે તેને જિનવાણી બતાવે છે. આચાર્યદેવ છેલ્લે ૯૨ મી ગાથામાં
અધિકાર પૂરો કરતાં કહેશે કે અહો! જિનેન્દ્રદેવના શબ્દબ્રહ્મ જયવંત વર્તો કે જેના
પ્રસાદથી શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ થઈ, અને અનાદિનો મોહ છૂટી ગયો.
* * * *
જિનવાણીમાં વસ્તુને દ્રવ્ય – ગુણ – પર્યાયસ્વરૂપ કહી છે.
હવે જે જિનવાણીના સમ્યક્ અભ્યાસથી મોહનો ક્ષય થવાનું કહ્યું, તે જિનવાણીમાં